G20 Summit/ G20 સમિટ આજથી દિલ્હીમાં શરૂ, જુઓ નેતાઓના સ્વાગતનો વીડિયો

દેશની રાજધાની નવી દિલ્હી જી-20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને બ્રિટનના પીએમ ઋષિ સુનક આ બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા છે.

G-20 Top Stories India
G20 Summit

આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારતે જનપ્રતિનિધિઓને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સાથે તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સ્થળ ‘ભારત મંડપમ’માં પહોંચ્યા છે. જ્યાં તેઓ એક પછી એક રાષ્ટ્રાધ્યક્ષોને આવકારી રહ્યાં છે. સમિટની શરૂઆત ફોટો સેશન સાથે થઈ છે. આ પછી વડાપ્રધાન મોદી વેલકમ સ્પીચ આપશે.

ભારતની રાજધાની નવી દિલ્હી હાલમાં G20 કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને વિશ્વનું હોટ કેન્દ્ર બન્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનથી લઈને બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને સાઉદી પ્રિન્સ સલમાન G20સમિટમાં ભાગ લેવા ભારત પધારી ચુક્યા છે. આ સાથે જ વિવિધ રાજ્યોના વડા પધારી રહ્યા છે. આ G20 સમિટ પ્રગતિ મેદાનમાં બનાવવામાં આવેલા ભારત મંડપમ ખાતે યોજાવવા જઈ રહી છે. જ્આયાં પીએમ મોદી પહેલાથી ભારત મંડપમ પહોચી ગયા છે અને દેશના વિવિધ વડાઓનું સ્વાગત કરી રહ્યા છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ચાલો એક નજર કરી લઈએ આ વીડિયો પર

અલ્બેનીઝ અને ટ્રુડોનું સ્વાગત 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો G20 સમિટમાં ભાગ લેવા માટે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે G20 સમિટના સ્થળ ભારત મંડપ પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

ઋષિ સુનકનું સ્વાગત

યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક G20 સમિટમાં હાજરી આપવા માટે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે G20 સમિટના સ્થળ ભારત મંડપ પહોંચ્યા. પીએમ મોદીએ પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

ઇટલી-જાપાનના પીએમ પણ પહોચ્યા 

G20 સમિટમાં ભાગ લેવા ઇટલી-જાપાનના પીએમ પણ પહોંચ્યા હતા. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા દિલ્હીના પ્રગતિ મેદાનમાં G20 સમિટના સ્થળ ભારત મંડપ પહોંચ્યા હતા . પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું.

રશિયાના વિદેશ મંત્રી પહોંચ્યા

G20 કોન્ફરન્સના થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને કોન્ફરન્સમાં ન આવવાની જાણકારી આપી હતી. હવે પુતિનની જગ્યાએ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ જી-20 સંમેલનમાં પહોંચી ગયા છે. તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઇજિપ્ત અને મોરેશિયસના વડાઓ પણ પહોચ્યા 

ભારતની રાજધાની નવી દિલ્હીમાં G20 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે G20 સમિટના સ્થળે ઇન્ડિયા પેવેલિયનમાં પહોંચ્યા છે.

UAEના વડાનું સ્વાગત 

ભારતના નજીકના દેશ અને ભાગીદાર દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ G20 સમિટમાં ભાગ લેવા પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ પહોંચ્યા છે. જુઓ પીએમએ કેવી રીતે તેમનું સ્વાગત કર્યું.

 

આજનો કાર્યક્રમ
– આજના કાર્યક્રમની શરૂઆત સવારે 9.30 વાગ્યાથી થશે.
– દરેક મહેમાનોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વેલકમ ફોટોગ્રાફી થશે.
– સવારે 9.30 વાગ્યે બધા મહેમાન ભારત મંડપમ પર પહોંચી જશે.
– 10:30 વાગ્યે ભારત મંડપમમાં બનાવવામાં આવેલા ભવ્ય સમિટ હોલમાં G20નું પહેલું સશન આયોજિત કરવામાં આવશે.
– આ સેશનનું નામ વન અર્થ રાખવામાં આવ્યું છે.
– ત્યારબાદ નેતાઓ માટે શાનદાર લંચની વ્યવસ્થા કરવામાં આવી છે.
– લંચ બપોરે દોઢ વાગ્યા સુધી ચાલશે અને પછી નેતાઓની દ્વિપક્ષીય મુલાકાતોનો સમય થશે.
– ત્રણ વાગ્યે સમિટ હોલમાં બીજું સેશન શરુ થશે. આ સેશનનું નામ વન ફેમિલી રાખવામાં આવ્યું છે.
– સેશન પુરૂ થતાં મહેમાનોને આરાામ કરવા માટે સમય મળશે
– સાંજે 7 વાગ્યે કાર્યક્રમ પહેલા એકવાર ફરીથી વેલકમ ફોટોગ્રાફી થશે.
– ત્યા મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.