Terrorist Attack/ શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ અધિકારી શહીદ

શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો, આંતકીઓએ પોલીસ અધિકારીને નિશાન બનાવ્યા

Top Stories India
terrorists attack in Srinagar one Police Inspector Martyred શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ અધિકારી શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે આતંકવાદી હુમલામાં એક પોલીસ અધિકારી શહીદ થયા છે. પોલીસ અધિકારી પર હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRF એ લીધી છે.

શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં રવિવારે આતંકી હુમલો થયો છે. આતંકાવાદીઓએ પોલીસ અધિકારીને ટાર્ગેટ કરી હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી શહીદ થયા છે. શહીદ થયેલા અધિકારીની ઓળખ મસરૂર અલી વાની તરીકે થઇ છે. મસરૂર યેચિપોરા ઇદગાહ વિસ્તારમાં રહે છે.

આતંકવાદી હુમલો થયો ત્યારે મસરૂર અલી સ્થાનિક બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યાં હતા. આતંકવાદીઓએ મસરૂર પર ગોળીઓ વરસાવી હતી. આતંકવાદી હુમલામાં ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકાયા નહતા. હુમલા બાદ ઇદગાહ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

બીજી તરફ કુપવાડા જિલ્લામાં સેનાએ આતંકવાદીઓની ધૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી છે. આ દરમિયન એક આતંકવાદીને ઠાર માર્યો છે. હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


આ પણ વાંચોઃ તહેવારોના ટાણે સસ્તા અનાજના દુકાનદારો 1લી નવેમ્બરે હડતાળ પર ઉતરશે

આ પણ વાંચોઃ Heart Attack/હાર્ટ એટેકના વધતા કિસ્સાને લઇ આરોગ્ય મંત્રીની સલાહ, આવા લોકો હાલ સખત મહેનત કરવાનું ટાળજો

આ પણ વાંચોઃ Suicide/કોંગ્રેસના MLA સહિત ત્રણ લોકોના કારણે જીવ ટૂંકાવું છું… જૂનાગઢના ચોરવાડમાં યુવકનો આપઘાત


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitterWhatsAppTelegramInstagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.