ભાવનગરઃ કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. નાની ઉંમરે વધી રહેલા હાર્ટ અટેકથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું હાર્ટ એટેકને લઇ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જે લોકોને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએ.
ભાવનગર આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ICMR હમણા એક ડિટેલ્સ સ્ટડી કર્યો છે, એ ડિટેલ્સ સ્ટડી એવું કહી રહ્યો છે કે જેમને CVR કોવિડ થયો હોય અને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
આવા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ ચોક્કસ સમય સુધી (1 કે 2 વર્ષ માટે) દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાની બચી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેવા ભાવનગર આવ્યા હતા. જ્યાં તેમણે આ નિવેદન આપ્યું છે.
આ પણ વાંચોઃ Suicide/ કોંગ્રેસના MLA સહિત ત્રણ લોકોના કારણે જીવ ટૂંકાવું છું… જૂનાગઢના ચોરવાડમાં યુવકનો આપઘાત
આ પણ વાંચોઃ Mahisagar/શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો, શાળાના આચાર્યએ શિક્ષિકાને પણ ના છોડી!
આ પણ વાંચોઃ Gujarat/વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા આવતીકાલે મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક