Mehsana Rain News/ મહેસાણાના કડીમાં વરસાદનો કહેર: જળબંબાકાર વચ્ચે મકાનો ધરાશાયી, થોળમાં વૃદ્ધ દંપતીના મોત

મહેસાણાના કડીમાં ભારે વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જ્યારે થોળ ગામમાં દીવાલ ધરાશાયી થતાં વૃદ્ધ દંપતીના મોત થયા.

Top Stories Gujarat Others Breaking News
Kadi Heavy Rain:કડીમાં જળબંબાકાર સ્થિતિ, સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ

Mehsana Rain News: મહેસાણા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ (Kadi Heavy Rain)ને કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલીની સ્થિતિ સર્જાઈ છે. કડી શહેરમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે.

કડીના કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ નાનીકડી વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે રહેવાસીઓ પરેશાન બન્યા છે.

આ ઉપરાંત ડરણ ગામમાં પણ અનેક મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. સતત વરસાદ (Kadi Heavy Rain)ને કારણે કડી શહેરમાં એક મકાન ધરાશાયી થયું છે, જ્યારે વિડજ ગામમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સદનસીબે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.

Kadi Heavy Rain:થોળ ગામમાં દીવાલ ધરાશાયી, વૃદ્ધ દંપતીના મોત

મહેસાણાના કડી તાલુકાના થોળ ગામમાં વધુ એક કરુણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક દીવાલ ધરાશાયી થતાં વૃદ્ધ દંપતી કાટમાળ નીચે દટાઈ ગયું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આ દુર્ઘટનામાં 70 વર્ષીય કમુબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 74 વર્ષીય બાબુભાઈનું પણ મોત થયું હતું.

વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદ (Kadi Heavy Rain)થી પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:નવસારી ગણદેવીના ઊંડાચમાં પૂરનો કહેર: કાવેરી નદીના પાણીમાં 4ના મોત, NDRF-આર્મીનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો:ભાભરમાં 9.6 ઇંચ વરસાદથી જળબંબાકાર: રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો, નગરપાલિકા સામે લોકોમાં રોષ

આ પણ વાંચો:અમદાવાદ ગોમતીપુરમાં પાણી ભરાવાથી વ્યક્તિનું મોત: પાણીમાંથી મૃતદેહ મળતા તંત્ર સામે રોષ