બોલિવૂડમાં વાસ્તવિક ઘટનાઓ અને જાણીતી હસ્તીઓ પર ફિલ્મો બનાવવાનો દોર સતત ચાલી રહ્યો છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સમયસર રિલીઝ ન થવાને કારણે પ્રોજેક્ટ્સ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ કડીમાં હવે પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમની જિંદગી પર આધારિત રાજકુમાર રાવ (Rajkummar Rao)ની બહુચર્ચિત ફિલ્મ ‘પ્રહાર’ (PrahaarMovie )પણ અટવાતી જોવા મળી રહી છે. નિર્ધારિત તારીખ 7 મી ઓગસ્ટ નજીક હોવા છતાં આ ફિલ્મ સિનેમાઘરોમાં સમયસર રજૂ થાય તેવી શક્યતાઓ અત્યંત નહિવત દેખાઈ રહી છે.
પ્રમોશનલ એક્ટિવિટી ગાયબ; નિર્માતાઓની ચૂપકીદીથી અટકળો તેજ
બોલિવૂડના સફળ નિર્માતા દિનેશ વિજન (DineshVijan ) અને તેમની પ્રોડક્શન હાઉસ ‘મેડ્ડોક ફિલ્મ્સ’ પોતાની ફિલ્મોના જોરદાર પ્રમોશન માટે જાણીતા છે. જોકે, ‘પ્રહાર’ની રિલીઝ માટે બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો હોવા છતાં માર્કેટમાં પ્રમોશનનો કોઈ જ માહોલ જોવા મળતો નથી. ટીઝર, ટ્રેલર કે પ્રોમોશનલ ઈવેન્ટ્સની ગેરહાજરી સ્પષ્ટ દર્શાવે છે કે મેકર્સ આ ફિલ્મને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રજૂ કરવાના મૂડમાં નથી.
26/11ના કસાબ કેસ પર આધારિત છે ફિલ્મની વાર્તા
આ બાયોપિકમાં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી અજમલ કસાબ સામે સરકારી પક્ષ મજબૂતીથી રજૂ કરનાર વકીલ ઉજ્જવલ નિકમ (UjjwalNikam )ની સફર બતાવવામાં આવી છે. રાજકુમાર રાવે આ કેન્દ્રિય ભૂમિકા ભજવી છે, જ્યારે તેમની સાથે વામિકા ગબ્બી, જયદીપ અહલાવત અને સિકંદર ખેર જેવા દમદાર કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે.
મેડ્ડોક ફિલ્મ્સની બે મોટી ફિલ્મો પાછળ ઠેલાઈ
નોંધનીય છે કે માત્ર ‘પ્રહાર’ જ નહીં, પરંતુ મેડ્ડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી શ્રદ્ધા કપૂરની બહુચર્ચિત ફિલ્મ ‘ઇઠા’ની રિલીઝ પણ તાજેતરમાં આગળ ધકેલવામાં આવી હતી. દક્ષિણના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક‘ સાથે બોક્સ ઓફિસ ટક્કર ટાળવા માટે ‘ઇઠા’ને પાછી ઠેલવાઈ હતી. આમ, એક જ મહિનાની અંદર પ્રોડક્શન હાઉસની બે મોટી ફિલ્મો લટક પડી જતાં ફિલ્મ વિવેચકો અને ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
આ પણ વાંચો :આમિર ખાને અશનીર ગ્રોવરની બાયોપિક છોડી, શ્રદ્ધા કપૂરના નવા હીરોની શોધ શરૂ!
આ પણ વાંચો :અમિતાભ બચ્ચનની હેલ્થ પોસ્ટનું સસ્પેન્સ ખતમ: ICU અને સર્જરીની પોસ્ટ પર બિગ બીએ કરી સ્પષ્ટતા
