Entertainment News/ અમિતાભ બચ્ચનની હેલ્થ પોસ્ટનું સસ્પેન્સ ખતમ: ICU અને સર્જરીની પોસ્ટ પર બિગ બીએ કરી સ્પષ્ટતા

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના ICU અને સર્જરી વાળા બ્લોગ અંગે ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે આ વાત તેમની તબિયત વિશે નહીં પણ ફૂટબોલર લાયોનેલ મેસ્સીની હાર અંગે હતી. જાણો વિગતો.

Entertainment
Amitabh Bachchan makes a major clarification.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan )ની તાજેતરની ઓનલાઈન બ્લોગ પોસ્ટે તેમના કરોડો ચાહકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. બ્લોગમાં હોસ્પિટલ, ICU અને સર્જરી અંગેનો ઉલ્લેખ હોવાથી સોશિયલ મીડિયા પર બીગ બીની તબિયતને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે આ સમગ્ર વિવાદ અને ચિંતા પર સ્વયં અમિતાભ બચ્ચને પૂર્ણવિરામ મુકતાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

બિગ બીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તે બ્લોગ તેમની પોતાની તબિયત વિશે નહીં પણ ફૂટબોલના દંતકથા સમાન ખેલાડી લાયોનેલ મેસ્સી અને આર્જેન્ટિનાની હાર વિશે હતો!

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ અંગે ફોડ પાડતા કહ્યું કે, જ્યારે કોઈ ચેમ્પિયન રમત હારે છે, ત્યારે તેના માટે સૌથી કઠિન સમય પોતાની જાત સાથે સમાધાન કરવાનો હોય છે. તેમણે આર્જેન્ટિનાની પરાજય અને એક ચેમ્પિયન તરીકે મેસ્સીના સંઘર્ષનો સંદર્ભ આપ્યો હતો, પરંતુ લોકોએ તેને ગલતફેમીથી અમિતાભની પોતાની સ્થિતિ માની લીધી હતી.

અમિતાભ બચ્ચનનો વિચારશીલ મેસેજ:

“દરેક વિજેતાએ એ સ્વીકારવું પડે છે કે સમય જતાં નવો ચેમ્પિયન આવવાનો જ છે. કોઈ અન્ય વ્યક્તિ પોતાનું સ્થાન લેશે તે હકીકત પચાવવી મુશ્કેલ હોય છે, પરંતુ આ જ જીવનનો નિયમ છે. એક સાચો ચેમ્પિયન પડ્યા પછી પણ ફરી બેઠો થાય છે, લડે છે અને પુનઃ વિજેતા બને છે.”

‘કૌન બનેગા કરોડપતિ’ માટે પબ્લિસિટી સ્ટન્ટ હોવાની ચર્ચા!

આ સમગ્ર ઘટનાક્રમ બાદ મનોરંજન જગતમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. બોલિવૂડ વર્તુળોમાં એવી અટકળો વહેતી થઈ છે કે હાલના દિવસોમાં ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) નો હાઇપ થોડો ઓછો જણાતો હોવાથી, શોના પ્રમોશન અને માર્કેટિંગ માટે નિર્માતાઓ દ્વારા આવું ઓનલાઈન ગતકડું કરાવવામાં આવ્યું હોઈ શકે છે.

સત્ય ગમે તે હોય, પરંતુ હાલમાં 83 વર્ષની ઉંમરે પણ બિગ બી KBC ની આગામી સિઝનને સુપરહિટ બનાવવા માટે દિવસ-રાત ભારે પરિશ્રમ કરી રહ્યા છે અને પૂરા જોશ સાથે શૂટિંગમાં વ્યસ્ત છે.


આ પણ વાંચો :ઈવા ગ્રોવરનો ચોંકાવનારો ખુલાસો: આમિર ખાનના સાવકા ભાઈ પર ઘરેલું હિંસાના ગંભીર આરોપ

આ પણ વાંચો :સલમાન ખાનના ‘બિગ બોસ 20’નો ફર્સ્ટ લૂક આઉટ, જાણો કયા કલાકારો લેશે એન્ટ્રી!

આ પણ વાંચો :‘જીના ઇસી કા નામ હૈ 2.0’ સાથે આર. માધવનનું કમબેક; ZEE5 પર પરત ફરશે આઇકોનિક ટોક શો