Not Set/ બિકીની લુકમાં આ અભિનેત્રી આજે પણ લોકોનાં દિલ જીતી રહી છે, જુઓ Photos

ફિલ્મ અભિનેત્રી, હોસ્ટ અને ગાયક સોફી ચૌધરીએ 8 ફેબ્રુઆરીએ તેમનો 38 મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રી ઘણીવાર તેની હોટનેસને લીધે હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર, સોફી તેના બોલ્ડ તસવીરોને લઇને છવાયેલી રહે છે. સોફી ચૌધરીનો જન્મ 8 ફેબ્રુઆરી 1982 નાં રોજ લંડનમાં થયો હતો. અભિનેત્રીએ લંડન સ્કૂલ ઓફ […]

Entertainment

ફિલ્મ અભિનેત્રી, હોસ્ટ અને ગાયક સોફી ચૌધરીએ 8 ફેબ્રુઆરીએ તેમનો 38 મો જન્મદિવસ ઉજવ્યો હતો. ફિલ્મોમાં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતનાર અભિનેત્રી ઘણીવાર તેની હોટનેસને લીધે હેડલાઇન્સમાં રહે છે.

સોશિયલ મીડિયા પર, સોફી તેના બોલ્ડ તસવીરોને લઇને છવાયેલી રહે છે. સોફી ચૌધરીનો જન્મ 8 ફેબ્રુઆરી 1982 નાં રોજ લંડનમાં થયો હતો.

અભિનેત્રીએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી અભ્યાસ પૂરો કર્યો છે. સોફીએ તેની કારકિર્દીની શરૂઆત બેકઅપ સિંગર તરીકે કરી હતી.

2003 માં, તેનું પહેલું આલ્બમ ‘સોફી અને ડોક્ટર લવ’ રજૂ થયું હતુ. જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. ત્યારબાદ તેણે એક પછી એક સુપરહિટ આલ્બમ્સ બહાર પાડ્યા.

ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો, તેની પ્રથમ ફિલ્મ શાદી નંબર 1 હતી, જેમાં તે અભિનેતા સંજય દત્ત સાથે મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ સ્ક્રીન પર સુપરહિટ સાબિત થઈ.

Image result for Sophie chaudhary bikini phortos

આ પછી, અભિનેત્રીએ ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’, ‘હે બેબી’, ‘કિડનેપ’, ‘આ દેખે જરા’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image result for Sophie chaudhary bikini phortos

ફિલ્મો ઉપરાંત અભિનેત્રી રિયાલિટી શો માં પણ આવી ચુકી છે. 2014 માં, સોફી ‘ઝલક દિખલા જા’ સિઝન-7 અને તે જ વર્ષે ‘બિગ બોસ’ સીઝન 8 માં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.