મુંબઈ
‘પેડમેન’ અને ‘ટોયલેટ એક પ્રેમ કથા’ જેવી ફિલ્મોમાંથી સામાજિક મુદ્દા પર વાત કરનાર અક્ષય કુમારે હવે રોડ સુરક્ષા જીવન સુરક્ષાનો સંદેશો આપતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તેઓ લોકોને રસ્તા પરના ટ્રાફિકના નિયમોથી જાગૃત કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, અક્ષય કુમાર ટ્રાફિક પોલીસના યુનિફોર્મ “રોડ સુરક્ષા જીવન રક્ષા”ના સંદેશાઓ આપતા નજરે પડી રહ્યા છે. અક્ષય કુમાર તાજેતરમાં રાજધાની દિલ્હીમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી સાથે રોડ સુરક્ષા જીવન રક્ષાથી જાગૃત અભિયાન શરૂ કર્યું છે.
Follow traffic rules for your own and others safety kyunki road kisi ke baap ki nahi hai. #SadakSurakshaJeevanRaksha pic.twitter.com/XhuPsm4Uij
— Akshay Kumar (@akshaykumar) August 14, 2018
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે આ ઝુંબેશ માટે અક્ષય કુમારને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આ અભિયાનના ઉદઘાટન સમારોહમાં નીતિન ગડકરી અને અક્ષય કુમારે “રોડ સુરક્ષા જીવન રક્ષા‘ પર બનેલી ‘ત્રણ ટૂંકી ફિલ્મો રિલીઝ કરી હતી.
અક્ષય કુમારે આ ત્રણ ફિલ્મોમાં ટ્રાફિક પોલીસની ભૂમિકા ભજવી હતી. વીડિયોમાં તેઓ પોલીસના યુનિફોર્મમાં ટ્રાફિકના નિયમોથી લોકોને જાગૃત કરે છે.
Better late than never. Follow traffic rules for your own and others safety, kyunki road kisi ke baap ki nahi hai. #SadakSurakshaJeevanRaksha pic.twitter.com/N8mh675BRv
— Akshay Kumar (@akshaykumar) August 14, 2018
અક્ષય કુમારની ફિલ્મો વિશે વાત કરીએ તો, તેઓની ફિલ્મ ‘ગોલ્ડ’ 15 ઓગસ્ટના રોજ રિલીઝથવા જઈ રહી છે. રીમા કાગતી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય સાથે મોની રોય પણ છે. જેઓ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. મોની ટીવી ઇન્ડસ્ટ્રીઝ પ્રખ્યાત કલાકાર છે.
It is always better to be safe than sorry. Follow traffic rules for your own and others safety kyunki road kisi ke baap ki nahi hai. #SadakSurakshaJeevanRaksha pic.twitter.com/tGILVR1cGR
— Akshay Kumar (@akshaykumar) August 14, 2018
મહત્વનું છે કે, અક્ષય કુમારની ફિલ્મો સામાજિક મુદ્દાઓ વિશે ચર્ચા કરે છે. તેમની છેલ્લી ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમ કથા‘માં સ્વચ્છતા અને શૌચાલયોના ઉપયોગ અંગે વાત કરવામાં આવી હતી અને લોકો તેનાથી પરિચિત બન્યા હતા. જયારે તેઓની ફિલ્મ પેડમેનનમાં મહિલાઓ માટે સસ્તી સેનિટરી પેડ બનાવતી વ્યક્તિની વાર્તા દર્શાવવામાં આવી હતી.
