Gujarat Weather News: ગુજરાત (Gujarat)માં અત્યારે સપ્ટેમ્બર મહિનાના અંતમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં ભારે બફારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આ સ્થિતિને લઈને આગાહી કરી છે કે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ (Rain) જોવા મળી શકે. IMD મુજબ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અનેક સ્થાનો પર છુટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે.

હવામાન વિભાગ મુજબ આગમી 25થી27 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત નવસારી, વલસાડમાં ભારે વરસાદનું જોર રહેશે જ્યારે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી નોંધાઈ શકે છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદ જોવા મળી શકે. 23 સપ્ટેમ્બરે ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ થતા આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે.

મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં પિતૃતર્પણ એવા શ્રાદ્ધપક્ષના દિવસો ચાલી રહ્યા છે. તેના બાદ લાંબા સમયથી રાહ જોનાર ખૈલેયાઓની નવરાત્રિનો તહેવાર ટકોરા દઈ રહ્યો છે. ત્યારે સપ્ટેમ્બર મહિનાના અંતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ વિદાય લેશે તેવું માનશો નહિ કારણ કે વાતાવરણમાં ફરી પલટો જોવા મળી શકે છે. અત્યારની સ્થિતિને લઈને હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર પછીના દિવસોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે શુક્રવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં ભારે પવન સાથે હળવો વરસાદ જોવા મળી શકે.
આ પણ વાંચો: લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે લીધેલા મહેસુલી નિર્ણયો અંગેની તપાસ માટે નિવૃત આઈએએસની નિમણૂક
આ પણ વાંચો: ગાંધીનગરમાં નકલી કલેક્ટર બની રોફ મારતો યુવાન ઝડપાયો,મહિલા પોલીસને સસ્પેન્ડ કરવાની આપી હતી ધમકી
