Business News/ અરબોપતિ માલિક કરશે બીજા લગ્ન! ગર્લફ્રેન્ડને 8 વર્ષથી કરી રહ્યા હતા ડેટ

આ કપલે 2023માં ઈટાલીમાં સગાઈ કરી હતી.

Trending Business

એમેઝોનના (Amazon) માલિક જેફ બેઝોસ (Jeff Bezos) બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક જેફ બેઝોસ તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ (Lauren Sanchez) સાથે લગ્ન કરશે. તેમના લગ્નના કાર્યો ક્રિસમસથી શરૂ થશે અને તેમના ભવ્ય લગ્નની ઉજવણી 28મી ડિસેમ્બરે જોવા મળશે.

 બેઝોસ અને લોરેન સાંચેઝ અમેરિકાના કોલોરાડોમાં લગ્ન કરશે. તેમના લગ્નની ભવ્ય ઉજવણી એસ્પેન શહેરમાં થવા જઈ રહી છે. બંને આવતા શનિવારે એટલે કે 28 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. જો કે લગ્નની તારીખોની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Lauren Sanchez (@laurenwsanchez)

જેફ બેઝોસની ટીમે આ લગ્ન માટે પાર્ટી આયોજકો સાથે નોન-ડિસ્કલોઝર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્નમાં આકર્ષણ વધારવા માટે દુનિયાના અલગ-અલગ ખૂણેથી ઘણી ખાસ વસ્તુઓ લાવવામાં આવી છે. બંને કપલની સૌથી ફેવરિટ કેક ફ્રાન્સની રાજધાની પેરિસથી આવશે. ન્યૂયોર્કથી કપલના હેર સ્ટાઈલિશને બોલાવવામાં આવ્યા છે. લગ્ન દરમિયાન આ કપલ તેમના મનપસંદ ગીતો પર ડાન્સ કરતા પણ જોવા મળશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેફ બેઝોસે પોતાના લગ્ન માટે એસ્પેનમાં એક આલીશાન હોટેલ બુક કરાવી છે. આ હોટલમાં 180 મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા છે. આ લગ્નમાં 600 મિલિયન ડોલર એટલે કે 5 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં બિલ ગેટ્સ, લિયોનાર્ડો ડી કેપ્રિયો, જોર્ડનની રાણી રાનિયા સહિત ઘણી મોટી હસ્તીઓ ભાગ લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝ એક પ્રખ્યાત પત્રકાર, જાણીતી હોસ્ટ અને હેલિકોપ્ટર પાયલટ છે. બંને છેલ્લા 8 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 2018 માં, જેફ બેઝોસે તેની પ્રથમ પત્ની મેકેન્ઝી સ્કોટ સાથે છૂટાછેડા લીધા હતા. આ પછી જ બેઝોસે લોરેન્સ સાથેના સંબંધોની જાહેરાત કરી. આ કપલે 2023માં ઈટાલીમાં સગાઈ કરી હતી. હવે જેફ બેઝોસ અને લોરેન્સના લગ્ન વર્ષના સૌથી ખાસ લગ્નોમાંથી એક બનવા જઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:‘ક્વિક કોમર્સ માર્કેટ’ની અસર! Amazon હવે 15 મિનિટમાં તમારા ઘરે સામાન પહોંચાડશે

આ પણ વાંચો:ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે #Boycott_Amazon, રાધા-કૃષ્ણના ‘અશ્લીલ’ પેઈન્ટિંગ વેચવા બદલ હિંદુ સંગઠનો ગુસ્સે

આ પણ વાંચો:દર કલાકે કરે છે 67 લાખ રૂપિયાની કમાણી! CEOનું પદ છોડ્યું, શેર વેચ્યા….તો પણ વધી રહી છે આવક