chandigadh/ ચંડીગઢમાં 25થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા જ પોલીસ દોડતી થઈ, વાલીઓમાં ફફડાટ

ચંડીગઢમાં 25થી વધુ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બ (Bomb) થી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી. પરંતુ અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

Top Stories India Trending
Bomb

Bomb Threat: શિક્ષણનગરીમાં ભયનો માહોલ ચંડીગઢમાં બુધવારે સવારે એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહેવાલ મુજબ, શહેરની નામાંકિત સ્કૂલો સહિત આશરે 25 જેટલી શાળાઓને બોમ્બ (Bomb) થી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને વાલીઓ બાળકોની ચિંતામાં સ્કૂલે દોડી ગયા હતા.

Bomb

પ્રિન્સિપાલ્સને મળ્યા ધમકીભર્યા ઈમેલ

સવારે સ્કૂલ ખુલ્યાના થોડા સમય બાદ જ અલગ-અલગ સ્કૂલોના સત્તાધીશોને શંકાસ્પદ (Bomb) ઈમેલ મળ્યા હતા.

ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્કૂલના પરિસરમાં બોમ્બ (Bomb) પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને તે ગમે ત્યારે ફાટી શકે છે. આ મેલ જોતા જ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસ અને બોમ્બ સ્કવોડની એન્ટ્રી(Bomb)

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચંડીગઢ પોલીસ, બોમ્બ (Bomb) ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો જુદી જુદી સ્કૂલોમાં પહોંચી ગઈ હતી.

ઈવેક્યુએશન: સાવચેતીના ભાગરૂપે પોલીસે તમામ સ્કૂલોને તાત્કાલિક ખાલી કરાવી દીધી હતી. બાળકોને વર્ગખંડોમાંથી બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Bomb

વાલીઓની પરેશાની અને ટ્રાફિક જામ

પોતાના બાળકોની સ્કૂલમાં બોમ્બ હોવાની વાત સાંભળતા જ વાલીઓ ગભરાઈ ગયા હતા. તેઓ કામકાજ છોડીને બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા હતા. જેના કારણે સ્કૂલોની બહાર ભારે ભીડ જામી હતી અને શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

તપાસનો ધમધમાટ

પોલીસના સાયબર સેલ દ્વારા આ ઈમેલ ક્યાંથી આવ્યો છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં પોલીસને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક (Bomb) સામગ્રી મળી નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ગભરાટ ફેલાવવાનું કોઈ તોફાની તત્વોનું કૃત્ય (Hoax) હોવાનું મનાય છે.

પોલીસે નાગરિકોને શાંતિ જાળવવાની અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. જોકે, આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા જગાવી છે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી