દેશનાં પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેરળમાં સરકાર બનાવવાનાં પ્રયત્નો કરી રહેલી ભાજપાએ પણ હવે એક મોટો દાવ રમ્યો છે. જણાવી દઇએ કે, ભાજપે મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર તરીકે ‘મેટ્રો મેન’ તરીકે ઓળખાતા ઇ શ્રીધરનનું નામની ઘોષણા કરી છે. આ અંગેની જાહેરાત કરતા ભાજપનાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, આગામી કેરળ વિધાનસભા ચૂંટણીમાં તેઓ પાર્ટીનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર હશે. 88 વર્ષિય શ્રીધરન ગયા અઠવાડિયે ભાજપમાં જોડાયા હતા.
રાજકારણ / રાહુલ ગાંધીએ IT રેડ પર મોદી સરકાર પર કર્યો કટાક્ષ, લખ્યું- ‘ખિસયાની બિલ્લી…’
ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને એક અખબારને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, પાર્ટી ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરશે. શ્રીધરને આજે એક મુલાકાતમાં કહ્યું હતું કે, “હું કોઈપણ બેઠક પર લડવા તૈયાર છું, અને મારા માટે વિજય નિશ્ચિત છે. મને વિશ્વાસ છે કે ભાજપ સત્તા પર આવશે. જો કે, હું એક મત વિસ્તારમાંથી ચૂંટણી લડવા માંગુ છું.” જે માલપ્પુરમમાં જ્યા હુ રહુ છુ, તેની નજીક છે.

Ahmedabad: સરદારનગરમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી નોંધાવ્યો વિરોધ
તેમણે કહ્યું હતું કે, તેઓ ઘરે ઘરે અભિયાન ચલાવશે નહીં. “હું મત માંગવા માટેનાં ઘરો અને દુકાનોમાં નથી ગયો. પણ, મારો સંદેશ મતદારો સુધી પહોંચશે. આપને જણાવી દઇએ કે, ઇ શ્રીધરન બે અઠવાડિયા પહેલા ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતા તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. અને પાર્ટી કહેશે તો મુખ્યમંત્રી બનવાની રેસમાં પણ તૈયાર છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
