benami property/ લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે લીધેલા મહેસુલી નિર્ણયો અંગેની તપાસ માટે નિવૃત આઈએએસની નિમણૂક

પુત્ર પરિક્ષીત ગઢવીના નામે સ્થાવર અને જંગમ મિલકતોનું કરોટોનું રોકાણ કર્યું હતું

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 20T200527.939 લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે લીધેલા મહેસુલી નિર્ણયો અંગેની તપાસ માટે નિવૃત આઈએએસની નિમણૂક

Ahmedabad News ; ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા અને તેમના પુત્ર સામે ACBએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. લાંગાએ તેમના ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવીને તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવીના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરી 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળામાં પોતાની કાયદેસરની કુલ આવક 5,87,56,939 ની સામે તેઓએ કુલ ખર્ચ અને રોકાણ કુલ રૂપિયા 17,59,74,682 નું કર્યું છે. તેમણે 198.15 ટકા જેટલું રોકાણ કરી 11.64 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ACB ની તપાસમાં જણાઇ આવ્યું છે.

ACBની તપાસ પ્રમાણે 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળા દરમિયાન એસ.કે. લાંગાએ તેમના પુત્રના નામે ઘણી બધી મિલકતો વસાવી છે. તે મિલકતો ખરીદી કરતાં અગાઉ દરેક વખતે તેમના પુત્રએ પોતાના નામની પ્રોપરાઇટરશીપ ફર્મમાં ટુકડે ટુકડે રોડકા નાણાં જમાં કરાવી ત્યાર બાદ તે રોકડ નાણાં પોતાના બચત ખાતામાં ટ્રાન્સફર લઇ તે એકાઉન્ટમાંથી મિલકતો ખરીદી કરી છે. ભ્રષ્ટાચારથી એકત્ર કરેલા નાણાંને પોતાના પુત્રની શેલ કંપનીમાં રોકડ સ્વરૂપે જમા કરાવી ભ્રષ્ટાચારના નાણાંથી પુત્રના નામે મિલકતો ખરીદી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. એસ.કે. લાંગા અને તેમના પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવી વિરૂદ્ધ અમદાવાદ શહેર ACBએ ગુનો દાખલ કર્યો છે.

એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે 6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા મહત્વના મહેસૂલી નિર્ણયોની તપાસ કરવા માટે ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત્ત IAS વિનય વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 6 એપ્રિલ 2023ના રોજ વચગાળાનો તપાસ અહેવાલ આપ્યો હતો. એમાં નિવૃત્ત IAS એસ.કે.લાંગા, તત્કાલીન ચીટનીશ અને તત્કાલીન RAC વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવા માટે સૂચન કર્યું હતું, જે રિપોર્ટના આધારે ગાંધીનગર કલેકટર કચેરીના વર્તમાન ચીટનીશ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજો પણ સહી કરી ખોટા દસ્તાવેજો બનાવી જૂની તારીખમાં ફેરફારો કરી મોટાં આર્થિક કૌભાંડો આચર્યા હતા. ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત