Earthquake/ કચ્છમાં રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, આટલી તીવ્રતા હોવાથી લોકોમાં ફફડાટ

કહી શકાય કે, પાછલા લાંબા સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ભૂકંપન અનુભવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર અને વિસાવદ સહિતનાં વિસ્તારો અનેક વખત પાછલા થોડા મહિનામાં ઘણઘણી

Gujarat Others
aamay 4 કચ્છમાં રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, આટલી તીવ્રતા હોવાથી લોકોમાં ફફડાટ

કહી શકાય કે, પાછલા લાંબા સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ભૂકંપન અનુભવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર અને વિસાવદ સહિતનાં વિસ્તારો અનેક વખત પાછલા થોડા મહિનામાં ઘણઘણી ચૂક્યા છે, તો દક્ષિણ ગુજરાતમાં વાપી-વલસાડની સ્થિતિ પણ આવી જ છે. આમ તો આ તમામ સમયે મહારાષ્ટ્રની ગુજરાત સરહદનો વિસ્તાર પણ ભૂકંપન અનુભવી ચૂક્યો છે.

Covid-19 / દેશમાં વધુ 4 દર્દીમાં મળ્યો UKનો નવો સ્ટ્રેન, કુલ થયા 29 કેસ…

kutch earthquake
kutch earthquake

ગુજરાતનાં સંદર્ભા જો વાત કરીએ તો ભૂંકપ અને જાન્યુઆરીને દિલ દહેલાવતો સબંધ છે. 26 જાન્યુઆરી 2001 કોઇ પણ ભૂલ્યુ નહી હોય તેવી ખુવારી ભૂકંપે નોતરી હતી અને આજે પણ લોકો ભૂકંપનાં નામથી થથરે છે. બસ 26 જાન્યુઆરી પણ નજીક જ છે અને ગોઝારા ભૂકંપને 26 જાન્યુઆરી 2021નાં રાજ વિસ વર્ષ થઇ જશે, પરંતુ આજે પણ આ તારીખ લોકને ભયભીત કરી દે છે. એવામાં ફરી એક વખત જાન્યુઆરીનાં પહેલા દિવસે જ રાત્રીનાં સમયે ભૂકંપ લોકોને કંપાવી ગયા હતો.

રાજકારણ / એનડીએનું સતત ઘટતું જતું કદ : ભાજપની રાજકીય કુનેહ કે પછી…

657217 earthquake કચ્છમાં રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો, આટલી તીવ્રતા હોવાથી લોકોમાં ફફડાટ

કચ્છમાં ગઇ રાત્રે ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં ગઇ રાત્રે અનુભવાયેલા આંચકાથી લોકો વધુ ભયભીત એટલે પણ થયા છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2ની હતી. ગઇ રાત્રે 11.03 મિનિટે અનુભવાયે આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર  નોંધાયું છે. જો કે, કોઇ જાનહાની કે ખાનખરાબીનાં વાવડ નથી તે મહત્વની અને રાહતની વાત છે. પરંતુ આ રીતે પાછલા લાંબા સમયથી આવતા આંચકાને કારણે લોકોમાં મોટો ભૂકંપ જરુર આવશે તેવો ડર બેસી ગયો છે તે પણ હકીકત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…