Narcotis-Raid/ નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

અમદાવાદ નજીક ચાંગોદર વિસ્તારમાંથી કરોડો રુપિયાની દવાઓનો જથ્થો ઝડપાયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડા પાડી આ દવાનો જથ્થો જપ્ત કર્યો છે.

Top Stories Gujarat
Narcotis raid નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

અમદાવાદ: અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીઓનો ઉપયોગ હવે નશીલી Narcotis raid દવાઓ માટે થવા માંડ્યો છે. અમદાવાદ નજીક ચાંગોદર વિસ્તારમાંથી કરોડો રુપિયાની દવાઓનો જથ્થો ઝડપાયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડા પાડી આ દવાનો જથ્થો જપ્ત કર્યો છે. ઉંઘ અને પેઈનકીલરની દવાઓ નશા માટે વપરાતી હોવાની તપાસ કરી રહેલી સીબીએનની ટીમે બાતમીના આધારે ચાંગોદરના પુસ્કર ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજીસ્ટીક પાર્કમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી આ દવાઓનો જથ્થો મળી આવ્યો છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દિલ્હીની ટીમના સુપ્રિટેન્ડેન્ટ એસ.પી. સિંઘે જણાવ્યું હતું કે Narcotis raid અમારી દિલ્હીની ટીમે નવેમ્બર 2022 અને માર્ચ 2023માં બે અલગ-અલગ કાર્યવાહી કરી હતી. જેમાં બે અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંનો એક કેસ દિલ્હીમાં અને એક કેસ બાડમેર અને સાંચોરમાં દાખલ કરાયો હતો. આ બંને કેસમાં અમે નશીલી દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો. અને આ કેસમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

કેસની તપાસમાં જાણકારી મળી કે હજુ એક નશીલી દવાઓનો જથ્થો ગેરકાયદેસર રીતે વધુ માત્રામાં ડિસ્ટ્રીબ્યુટ થવા જઈ રહ્યોં છે. તેની તપાસ કરતા અમને માલુમ પડ્યું કે આ દવાઓનો જથ્થો અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવવાનો છે. તે તપાસ કરતા અમે અહીં પહોંચ્યા છે અને અહીં અવૈધ રુપથી જે દવાઓનો જથ્થો મળ્યો છે. જે જપ્ત કરવામાં આવ્યો છે. અમે બે પ્રકારની દવાઓનો 1 કરોડ 2 લાખ જેટલી ટેબલેટનો જથ્થો પકડ્યો છે. જેમાં અલ્ફ્રાઝોનમ ટેબલેટ જે ઉંઘ માટે વપરાય છે અને ટ્રામાડોલ જે છે જે પેઈન કિલર છે. પણ આ બંને દવાઓનો ઉપયોગ નશા માટે ખુબ જ પ્રમાણમાં થઈ રહ્યોં છે. કારણ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. જેથી લોકો કોડીનનું શીરપ, આલ્ફ્રાઝનમ ટેબલેટ અને ટ્રામાડોલ કેપ્સ્યુલનો ઉપયોગ નશા માટે કરે છે. તેના પર અમે લગામ લગાવવા માટે અમે બાડમેર અને સાંચોરમાં જે કાર્યવાહી કરી હતી તેના અનુસંધાનમાં જ આ કાર્યવાહી છે. જેમાં અમને માલુમ પડ્યું કે, બહુ મોટુ કન્સાઈનમેન્ટ અમદાવાદમાંથી ડાયવર્ઝન થવાનું છે તે પહેલા અમે તેને ઝડપી લીધુ છે.
મહત્વનું છે કે આ એક કરોડથી વધુ ટેબ્લેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત 20 કરોડથી વધુની છે. Narcotis raid આ દવાઓ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાંથી મંગાવવામાં આવી હતી. આ દવાઓનો જથ્થો મહેસાણાની વી કેર હેલ્થ કેરએ મંગાવ્યો હતો. દવાઓ મંગાવનાર કંપનીનો માલિક હાલ જેલમા છે. જે ફર્મ માટે આ દવાનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. તે ફર્મનો ડિસ્ટીબ્યુટર પણ હાલ ફરાર છે. આ દવાઓનો જથ્થો મહેસાણાથી અલગ-અલગ રાજ્યમાં સપ્લાય થતો હોવાનો ખુલાસો પણ તપાસમાં થયો છે. અને હવે આ મામલે હજુ કોણ કોણ આ કૌભાંડમાં સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચોઃ અમૃતપાલસિંઘ/ નશામુક્તિ કેન્દ્રોનો ઉપયોગ કરી પ્રાઇવેટ આર્મી બનાવવા માંગતો હતો અમૃતપાલ

આ પણ વાંચોઃ કુમારસ્વામીની તબિયત લથડી/ કુમારસ્વામીને પ્રચાર ભારે પડ્યોઃ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા

આ પણ વાંચોઃ કોહલી-અનુષ્કા/ બેંગ્લુરુમા કોહલી-અનુષ્કાએ સાઉથ ઇન્ડિયન વાનગીઓનો આસ્વાદ માણ્યો