Ahmedabad News: રાજ્યભરમાં રખડતા પશુનો ત્રાસ છે. દરરોજ અનેક લોકોને તે હડફેટે લઈ રહ્યા છે અને લોકોના અકસ્માત થઈ રહ્યા છે. ક્યારેક વાહનના હડફેટે આવે છે તો ક્યારેક ચાલતા લોકોને હડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. ત્યારે પશુએ લોકોને હડફેટે લેવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં વધુ એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. ઢોરએ એક બાળકનો પીછો કરી અડફેડે લીધો હતો. બાળકના દાદીએ બાળકનો બચાવ કર્યો હતો. જ્યારે આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઇ છે.
આપને જણાવી દઈએ કે,શહેરના રાણીપ બલોલનગર સુંદરવન ફ્લેટમાં આ ઘટના બની છે. જ્યાં ફ્લેટની અંદર રખડતા ઢોર આવી જતા બનાવ બન્યો હતો. ઢોરે ફ્લેટમાં અંદર રમતા બાળક પર હુમલો કર્યો હતો. સદ્દનસીબે બાળકને ઇજા પહોંચી નથી. જ્યારે વૃદ્ધ દાદીને સામાન્ય ઇજા પહોંચી છે. બાળકના દાદીએ બાળકને બચાવ્યો હતો. આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઇ છે.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન
આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી
આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા

