Gandhinagar News:ગાંધીનગર ખાતે તા. 23 માર્ચ 2026ના રોજ સહકાર મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની ચર્ચા બેઠક બાદ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પશુપાલકોના લાંબા સમયથી ચાલતા આંદોલનનો (Dairy Protest) સુખદ અંત આવ્યો છે.છેલ્લા ઘણા દિવસથી દહેગામ તાલુકાના હજારો પશુપાલકો ઉત્તમ ડેરી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મુખ્ય મુદ્દા દૂધના ઓછા ભાવ, દૂધ વેચવાની સ્વતંત્રતા અને અન્ય પડતર પ્રશ્નો હતા. પશુપાલકોનું કહેવું હતું કે તેઓને ઇચ્છા વિરુદ્ધ ઉત્તમ ડેરીમાં દૂધ આપવા મજબૂર કરવામાં આવતા હતા, જ્યારે અન્ય ડેરીઓ વધુ સારા ભાવ આપતી હતી.

આંદોલન (Dairy Protest) નો આખરે અંત
આ આંદોલન (Dairy Protest) દરમિયાન દહેગામમાં બંધનું આહ્વાન પણ આપવામાં આવ્યું હતું અને પશુપાલકો દ્વારા વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન, ધરણા અને દૂધ ધોળવાના કાર્યક્રમો પણ યોજાયા હતા.પશુપાલન સંકલન સમિતિના આગેવાનો અને સ્થાનિક પશુપાલકોએ આ મુદ્દે સરકાર સમક્ષ પણ રજૂઆત કરી હતી.

સહકાર મંત્રી જીતુ વાઘાણીએ બંને પક્ષો ઉત્તમ ડેરીના ચેરમેન અને દહેગામના પશુપાલક પ્રતિનિધિઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા કરી. મંત્રીની સક્રિય મધ્યસ્થી અને સમજૂતીના પ્રયાસો બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે. આ સમાધાનથી પશુપાલકોની મોટા ભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે, જેનાથી વિસ્તારના આશરે 15,000 પશુપાલકોને મોટી રાહત મળી છે.

આંદોલન સમિતિના (Dairy Protest) સભ્યોએ મંત્રી જીતુ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે,“મંત્રીજીની સમજદારી અને ત્વરિત હસ્તક્ષેપને કારણે અમારી સમસ્યાનો સત્વરે ઉકેલ આવ્યો છે. હવે અમે શાંતિપૂર્વક અમારા પશુપાલનના કામમાં વ્યસ્ત થઈશું.”
આ પણ વાંચો: દહેગામના પશુપાલકો દૂધના ભાવને લઈને આંદોલનના મિજાજમાં, ગાંધીનગર છાવણીમાં ફેરવાયુ
આ પણ વાંચો:દહેગામમાં દૂધ ખરીદી વિવાદ, પશુપાલકોનો વિરોધ, રસ્તા પર દૂધ રેડીને પ્રદર્શન
આ પણ વાંચો:ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોનો વિરોધ તેજ, દૂધના ભાવ મુદ્દે ચક્કાજામ, ડેરી પર તાળાબંધીની ધમકી
