Gujarat Weather:ગુજરાતમાં આજથી (24 માર્ચ 2026) ગરમીનું (Heatwave) જોર વધવાની હવામાન વિભાગની તાજી આગાહી છે. પવનની દિશા બદલાતા ગરમ અને સૂકા પવનોની અસર વધી રહી છે, જેના કારણે આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં રાજકોટ, કેશોદ, પોરબંદર અને કંડલા જેવા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

ગુજરાતમાં હિટવેવ (Heatwave)ની સ્થિતિ !
આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને અમરેલીમાં તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.આગામી 48 થી 72 કલાકમાં રાજ્યના મોટા ભાગમાં હવામાન શુષ્ક રહેશે અને ગરમીમાં (Heatwave) વધુ તીવ્રતા જોવા મળી શકે છે. જોકે, ૭ દિવસ પછી બંગાળની ખાડી તરફથી આવતા સિસ્ટમના કારણે વાતાવરણમાં કેટલાક પલટા આવી શકે છે, જેમાં કમોસમી વરસાદની હળવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ભેજવાળા પવનોની અસર ઘટી છે. હવે ઉત્તર-પશ્ચિમ દિશાથી ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જે તાપમાનમાં વધારો કરી રહ્યા છે. માર્ચ મહિનામાં જ આવી તીવ્ર ગરમી (Heatwave) અસામાન્ય નથી, પરંતુ આ વર્ષે ઉનાળો વહેલો અને આકરો બની શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનો કહેર શરૂ! IMDની ચેતવણી, તાપમાન 40°C પાર જવાની શક્યતા
આ પણ વાંચો:ગરમીથી છુટકારો મેળવવા માટે હિમાચલ પ્રદેશ છે બેસ્ટ, જાણો 7 દિવસમાં કયા કયા સ્થળો કવર કરવા
