Gandhinagar News/ રાજ્યમાં આવતીકાલથી ગરમીથી રાહત, માવઠાની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ (Unseasonal Rain)ની અને કેટલાય સ્થળોએ માવઠુ પડવાની આગાહી છે. પશ્ચિમી વિક્ષેપથી વરસાદ પડશે તેમ માનવામાં આવે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 18 માર્ચના રોજ કચ્છ, મોરબી અને દ્વારકામાં વરસાદ પડશે તેવી આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં વરસાદ પડવાની આગાહી છે.

Gujarat Gandhinagar Breaking News
Unseasonal Rain થી ખેડૂતોને માથે આફત

Gandhinagar News: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં મુજબ આગામી બેથી ત્રણ દિવસ મહત્તમ તાપમાન(Temperature) માં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. તેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. ઉત્તર-પશ્ચિમના ઠંડા પવન અને ભેજમાં વધારો થશે. રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી, વડોદરા અને કેશોદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 17 માર્ચના બાદ વધુ એક સિસ્ટમ થશે.

રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ (Unseasonal Rain)ની અને કેટલાય સ્થળોએ માવઠુ પડવાની આગાહી છે. પશ્ચિમી વિક્ષેપથી વરસાદ પડશે તેમ માનવામાં આવે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 18 માર્ચના રોજ કચ્છ, મોરબી અને દ્વારકામાં વરસાદ પડશે તેવી આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં વરસાદ પડવાની આગાહી છે.

Unseasonal Rain થી ખેડૂતોને માથે આફત
Unseasonal Rain થી ખેડૂતોને માથે આફત

કમોસમી વરસાદ ખેડૂતોને નડશે (Unseasonal Rain)

તેના પછી 19મી માર્ચના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે (IMD) કરી છે. જો કે આ ઉપરાંત અમરેલી, ગીર, સોમનાથ અને સુરતમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં તાપીમાં વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

Unseasonal Rain થી ખેડૂતોને માથે આફત
Unseasonal Rain થી ખેડૂતોને માથે આફત

પંચમહાલના વાતાવરણમાં આવ્યો પલ્ટો

પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો છે. સવારથી જ જાણે ચોમાસા જેવું વાતાવરણ છવાયું છે. આકાશમાં ઘનઘોર વાદળો જોવા મળ્યા છે. કેરીના પાકને નુકસાન થવાનો ડર છે. તેની સાથે ગરમી અને આકરા તાપમાંથી રાહત મળી છે.

મહીસાગરમાં બદલાયું વાતાવરણ

મહીસાગર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા છે. માવઠુ થાય તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ શકે છે. ઘઉં, બાજરી, મકાઈ, સોયાબીનના પાકોને નુકસાન જવાનો ડર છે. મગફળી, મગ, ચણા તેમજ ફળના પાકને નુકસાન જઈ શકે છે.

Unseasonal Rain થી ખેડૂતોને માથે આફત
Unseasonal Rain થી ખેડૂતોને માથે આફત

ગીર-સોમનાથમાં નવો જ પવન ફૂંકાયો

ગીર-સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ઝાકળની ચાદર જોવા મળી છે. વહેલી સવારે ઝાકળથી મંદિરના અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. આજે ઝાકળ પડતાં શિયાળા જેવો માહોલ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી (Heat) પડી રહી છે, પરંતુ તેનાથી પીડાતા લોકોને હવે થોડી રાહત મળી છે. પવનની દિશામાં ફેરફાર અને પશ્ચિમી વિક્ષેપની અસરથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. જોકે, મોટાભાગના શહેરોમાં તાપમાન હજુ પણ 38 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી બે દિવસ, 18 અને 19 માર્ચ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

ગરમી વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા

કમોસમી વરસાદની આગાહી (Forecast) થી ખેડૂતો (Farmers)ની ચિંતા વધી ગઈ છે. હાલમાં ખેતરો (Farm) માં રહેલા પાક(Crop)ને નુકસાન થવાની ભીતિ છે, જેમાં જીરું, ઘઉં, ચણા અને વરિયાળીનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગીર પંથકમાં, કેસર કેરીની મોસમ ખેડૂતો અને કેરી(Mango)ના બગીચાને જોખમમાં મૂકી રહી છે. વધુ પડતો વરસાદ કેરીને નુકસાન પહોંચાડી શકે છે.

પવનની દિશામાં ફેરફારથી તાપમાનમાં વધુ ઘટાડો

ગુજરાત માર્ચની શરૂઆતથી જ તીવ્ર ગરમી (Heat)નો અનુભવ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં, લોકોને ભીષણ ગરમી સહન કરવી પડી છે, રાજ્યભરના ઘણા શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતા લગભગ 4 થી 5 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવે, પવનની દિશામાં ફેરફાર અને પશ્ચિમી વિક્ષોભને કારણે, તાપમાનમાં થોડો ઘટાડો થયો છે.

આમ રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. રાજકોટમાં સૌથી વધુ 39.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. અમદાવાદ, ભુજ, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયુ. ડીસા, ગાંધીનગર અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસા, ગાંધીનગર અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેશોદ અને નલિયામાં 36 ડિગ્રી તાપમા નોંધાયું છે. આમ આના કારણે ગરમીમાં રાહત મળી શકશે. તેની સાથે વાદળછાયુ વાતાવરણ રહી શકે.


આ પણ વાંચો: Gujarat Rain Alert: આજે ગુજરાતનાં 9 જિલ્લાઓમાં પડશે મુશળધાર વરસાદ, બે દિવસ બાદ ભૂકકા બોલાવશે!

આ પણ વાંચો: આગામી ત્રણ દિવસ ભૂકા બોલાવશે મેઘરાજા, જાણો કયા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ

આ પણ વાંચો: અમરેલી જીલ્લામા મોડી રાત્રે વરસાદ , લોકોને બફારામાંથી મળી રાહત