Gujarat Rain Alert:ગુજરાતમાં વરસાદનો માહોલ યથાવત છે. સંપૂર્ણ રાજ્યમાં 150થી પણ વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી વધુ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે(IMD)ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે(IMD) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 20-21 ઓગસ્ટના દિવસે વધુથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના નવ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની કરી આગાહી
હવામાન વિભાગે(IMD) આજે હળવાથી મુશળધાર વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વધારે વરસાદ
હવામાન વિભાગ(IMD) પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તારી ઉપરાંત રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદમાં વધારે વરસાદની આગાહી છે.

20 તારીખથી ગુજરાતમાં વધારેથી અતિ વધારે વરસાદની આગાહી
હવામાન વિભાગે(IMD) 20 ઓગસ્ટ 2025, બુધવારે ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં, 21 ઓગસ્ટ 2025, ગુરુવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેવી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં કેવું રહેશે આજે હવામાન?
હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે અમદાવાદના આકાશમાં 85 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે 2.1 mm વરસાદ પડવાની શક્યતાઓ છે. પવનની ગતિ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ
