Ahmedabad News/ અમદાવાદમાં તાજીયાને પગલે ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું, વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ

ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય અને સરળતાથી વાહનોની અવરજવર થાય તે માટે પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું

Gujarat Ahmedabad

Ahmedabad News : તાજીયાને પગલે ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય અને સરળતાથી વાહનોની અવરજવર થાય તે માટે પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું છે.જેમાં વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાંઆવી છે.
જેમાં ઉક્કર ગુજરાત તથા સૌરાષ્ટ્રથી આવતા વાહનો આશ્રમ રોડ થઈ પાલડી ચાર રસ્તા જમાલપુર ઓવરબ્રિજ શઈ એસ.ટી તથા ભુલાભાઈ ચાર રસ્તા થઈ કાંકરીયા થઈ ઝઘડીયા ઓવરબ્રિજ થઈ અવરજવર કરી શકશે.
તે સિવાય કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવજા કરવા માટે દિલ્હી દરવાજા, પ્રમ દરવાજા થઈ ચોખા બજાર થઈ કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ આવજા કરી શકાશે.નરોડા તરફથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવ-જા કરવા માટે અમદુપુરા પોલીસ ચોકી થઈ કાલુપુર ઓવરબ્રિજ થઈ આવ-જા કરી શકાશે, તેમજ રખિયાલ ચાર રસ્તાથી પોટલીયા ચાર રસ્તા થઈ નિર્મળપુરા ચાર રસ્તા થઈ કાલુપુર બ્રિજ થઈ કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવ-જા કરી શકાશે.

સાબરકાંઠા-હિમતનગર તરફથી એસ.ટી બસ તરફ અવરજવર કરવા માટે નરોડા પાટીયાથી મેમ્કો બાપુનગર થઈ અજીત મિલથી હાટકેશ્વર સર્કલથી ખોખરા સર્કલ-અનુપમ સર્કલ થઈ ગાયત્રી ડેરી થઈ ઝઘડીયા ઓવરબ્રિજ થઈ ફૂટબોલ ચાર રસ્તા થઈ એસ.ટી તરફ અવરજવર કરી શકાશે.

શહેર વિસ્તારનો તાજીયાનો રૂટ નો પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામુ ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોની કામગીરી દરમિયાન લાગુ પડશે નહી.આ જાહેરનામાનો અમલ 6.7.2025ના રોજ બપોરે 2 વાગ્યાથી તાજીયા વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝડપથી ફેલાશે ખતરનાક વાયરસ, નાની ઉંમરે લોકો થઈ જશે વૃદ્ધ જશે

આ પણ વાંચો:દેશમાં કોરોના વાયરસને કારણે 4 દિવસમાં 31 મૃત્યુ, સક્રિય કેસ 4 હજારને વટાવી ગયા, મહારાષ્ટ્ર-કેરળમાં સક્રિય કેસ 50%

આ પણ વાંચો:શું ફરી આવી રહ્યો છે કોરોના વાયરસ? આ દેશમાં મચ્યો હડકંપ