અમદાવાદ
ગુજરાતમાં નવા વર્ષથી સ્કુલના વિદ્યાર્થીઓ માટે નવો નિયમ આવી ગયો છે. ૧ જાન્યુઆરીથી સ્કુલના વિદ્યાર્થીઓ ‘ યસ સર ‘ કે ‘ પ્રેઝન્ટ સર ‘ ને બદલે ‘ જય હિંદ ‘ કે ‘ જય ભારત ‘ બોલશે.
School children in Gujarat will say 'Jai Hind' or 'Jai Bharat' instead of 'Yes Sir' or 'Present Sir' during the roll call
Read @ANI story| https://t.co/upyhJvHUNc pic.twitter.com/fvqlHmaHar— ANI Digital (@ani_digital) December 31, 2018
આ આદેશનું પાલન કરવા માટે ગુજરાતની શાળાઓને સૂચના આપવામાં આવી છે. આમ કરવા પાછળનો હેતુ દેશભક્તિના ઉદ્દેશનો છે.
તમને જણાવી દઈએ કે આ સૂચના પ્રાથમિક શિક્ષા, ગુજરાત માધ્યમિક નિર્દેશાલય અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
આ સૂચનામાં ધોરણ ૧ થી ૧૨ના દરેક વિદ્યાર્થીઓને હાજરી પુરાવવા માટે જય હિંદ કે જય ભારત બોલવાનું રહેશે. નાનપણથી બાળકમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તે હેતુથી આ પ્રકારની સૂચના આપવામાં આવી છે.
Bhupendrasinh Chudasama, State Education Minister: Gujarat government released a notification yesterday, stating that during the roll call in schools students will say ‘Jai Bharat’ or ‘Jai Hind’ instead of ‘yes sir’. pic.twitter.com/VviSRvfffH
— ANI (@ANI) January 1, 2019
સુત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે થયેલી બેઠકમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય લીધો છે.
આ નિર્ણયની કોપી જીલ્લા શિક્ષા અધિકારીઓને આપી દેવામાં આવી છે. આ નિયમ સરકારી સ્કૂલો, ગ્રાન્ટેડ સ્કૂલો અને સેલ્ફ-ફાઈનાન્સ સ્કુલમાં લાગુ થશે.
