Jamnagar News/ જામનગરની હોટલમાં પોલીસનો ખાનગી દરોડો! 83 લાખના ડ્રગ્સ સાથે 4 પંજાબી તસ્કર ઝડપાયા

Jamnagarના મોટી ખાવડીમાં SOG પોલીસે હોટલમાં દરોડો પાડી 83.60 લાખના હેરોઈન સાથે 4 પંજાબીઓને ઝડપ્યા છે. તપાસના તાર અમૃતસર સુધી લંબાયા છે.

Top Stories Gujarat Others
Jamnagar SOG Heroin Seized

Jamnagar SOG Heroin Seized : ગુજરાતમાં નશાના કાળા કારોબારને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જામનગર જિલ્લાના મોટી ખાવડી (Moti Khavdi)  વિસ્તારમાં SOG (Special Operations Group) એ એક મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પંજાબથી આવેલા 4 શખ્સોને રૂ. 83.60 લાખની કિંમતના હેરોઈન સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

Jamnagar : હોટલના રૂમ નંબર 202માં દરોડો

જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ SOG ની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે, પોલીસે મોટી ખાવડી ગામે આવેલી હોટલ 666 ના રૂમ નંબર 202 માં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રૂમમાં હાજર 4 શખ્સો પાસેથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.

Jamnagar SOG Heroin Seized

83 લાખનું હેરોઈન અને મુદ્દામાલ જપ્ત

SOG સ્ટાફે પંજાબના વતની એવા ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે રૂ. 83.60 લાખની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતું 418 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ડ્રગ્સની સાથે 7 મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડિજિટલ વજન કાંટો મળીને કુલ રૂ. 84,14,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ

SOG દ્વારા આ મામલે પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિશાલસિંગ જસબીરસિંઘ મટુ, હરપ્રીતસિંગ તેજાસિંઘ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંઘ મરવી અને જગદિપસિંગ લખબિરસિંઘ ખેહરાનો સમાવેશ થાય છે.

તપાસના તાર પંજાબ સુધી લંબાયા

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હેરોઈનનો જથ્થો અમૃતસર (પંજાબ) ના ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના શખ્સે મોકલ્યો હતો. જામનગર પોલીસે મુખ્ય સપ્લાયર ફૌજીને ફરાર જાહેર કરી તેને પકડવા માટે તપાસનો દોર પંજાબ સુધી લંબાવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.


આ પણ વાંચો:અમદાવાદમાં ગેરકાયદે ચરસનો ધંધો કરતા બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો

 આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 1.5 લાખથી વધુની રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, બે લોકોની ધરપકડ