Valsad News/ દારૂની હેરાફેરી કરવા દેવા માટે લાંચ લેતા વલસાડના બે હોમગાર્ડની ધરપકડ

બે હોમગાર્ડ રૂ.4,500ની લાંચ લેતા ACBને હાથે ઝડપાઈ ગયા

Gujarat Others

Valsad News : વલસાડના અમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ રૂ.4,500ની લાંચ લેતા ACBને હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં અનિલ બી.ધોડી અને સુજીત આઈ સિંધનો સમાવેશ થાય છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી દારૂ લઇ ચેક પોસ્ટ પરથી ગુજરાત રાજ્યમાં પ્રવેશવા માટે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અનિલ ધોંડી અને સુજત સિંઘને મળ્યો હતો. જેમાં બન્ને આરોપીએ ચેક પોસ્ટ પરથી દારૂની હેરફેર કરવી હોય તો માસિક રૂ.5,000 આપવા પડશે તેમ કહીરૂ.5,000 ની લાંચની માંગણી કરેલ.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેણે ACB નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે ઉમરગામના સંજાણ ચાર રસ્તા પાસે, સંજાણ પી.એચ.સી.ની ગલીમાં લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. લાંચનાં છટકા દરમ્યાન , ફરીયાદીએ લાંચની રકમ ઓછી કરવા જણાવતા આરોપી અનિલેરૂ.500 ઓછા આપવા જણાવી રૂ.4,500ની લાંચની રકમ સ્વીકારી બંન્ને આરોપી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શિક્ષણ ભરતી કૌભાંડમાં 26 વર્ષ બાદ નિર્ણય; 4 આરોપીઓના મોત, 14ને સજા થઈ પણ એક પણ નથી ગયો જેલમાં

આ પણ વાંચો:અગ્રસચિવ એસ.જે. હૈદર સામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનાં આરોપો : સીએમ ઓફિસમાં કરાઈ લેખિત ફરિયાદ

આ પણ વાંચો:ખેડાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો ગરમાયો