Kheda News/ ખેડાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો ગરમાયો

Kheda News : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનેશભાઈની ગેરહાજરીનો મામલો ગરમાયો છે. શાળાના કલાકો દરમિયાન શિક્ષક ગેરહાજર હોવાથી વાલીઓમાં રોષની જ્વાળા ફાટી નીકળી છે.

Gujarat Others Breaking News

Kheda News : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની બૈડપ પ્રાથમિક શાળામાં ગેરહાજરીનો મામલો, એક વાલીએ શાળાની મુલાકાત લેતાં શિક્ષક દિનેશભાઈને ગેરહાજર જોયા હતા. આ બાબતે તેમણે શાળાના આચાર્યને પૂછતાં આચાર્યે શિક્ષક દિનેશભાઈએ પોતાનું વાહન અન્યને આપ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે, વાલીએ આ બાબતે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકતાં મામલો ગરમાયો છે. વાલીએ શાળાના આચાર્યના આ લુલા બચાવનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

શાળાના આચાર્યએ આ મામલે લેખિત નિવેદન આપીને શિક્ષકનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે શિક્ષક દિનેશભાઈએ પોતાનું વાહન અન્ય વ્યક્તિને આપ્યું હતું અને તેથી જ તેઓ શાળામાં ગેરહાજર હતા. જો કે, વાલીઓ આ બચાવને સ્વીકારવા તૈયાર નથી. આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે, શાળામાં શિક્ષકોની ગેરહાજરી એ ગંભીર બાબત છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી શકાય નહીં. વાલીઓએ શિક્ષણ વિભાગ પાસે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાલીઓનું માનવું છે કે શિક્ષકની ગેરહાજરીથી બાળકોનું શિક્ષણ ખોરવાય છે અને તેમના ભવિષ્ય સાથે ચેડા થાય છે.

વાલીઓનો વિડીયો વાયરલ થતાં શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ આ મામલે ગંભીરતાથી લઈ રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં આ મામલે કાર્યવાહી કરવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સરકારી શાળામાં વધુ એક શિક્ષિકાની ગેરહાજરીના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: શું સ્કૂલમાં વાતો કરવાની આટલી મોટી સજા? વિદ્યાર્થીની તબિયત લથડી

આ પણ વાંચો: મહેસાણામાં 10 શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર