Nadiad: ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોમાં એક નવું જ કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. વધુ એક શિક્ષિકા ચોપડે સરકારી નોકરિયાત હોઈને પગાર લેતી હોવા છતાં એક વર્ષથી વિદેશમાં છે. નડિયાદની હાથજ શાળાની શિક્ષિકા આવી રીતે એક વર્ષથી ગેરહાજર છે. સોનલબેન પરમાર છેલ્લા એક વર્ષથી વિદેશમાં છે. અમેરિકા જતાં પહેલા શિક્ષિકાએ એનઓસી લીધું નથી. સોનલબેન વિદેશ જતાં શાળામાં શિક્ષકની ઘટ પડી છે. પહેલાથી આઠમા ધોરણની સ્કૂલમાં 564 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. શાળાના શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરાતા ગેરહાજરી પુરાય છે. પ્રાથમિક શિક્ષણ વિભાગે સોનલબેનને નોટિસ આપી છે. જો કે સોનલબેને આજ દિન સુધી નોટિસનો જવાબ આપ્યો નથી.
આ પહેલાં પહેલા બનાસકાંઠામાં શિક્ષિકા,પછી અંબાજીમાં શિક્ષક અને હવે કપડવંજમાં શિક્ષક સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી હાજર રાખવાની ઘટના સામે આવી છે. હવે તો જાણે બાળકોનું ભવિષ્ય સંપૂર્ણ રીતે અંધકારમાં હોય તેવું લાગી રહ્યું છે.અંબાજી ની ઘટના બાદ હવે કપડવંજ માં શિક્ષક ની લાલિયાવાડી બહાર આવી છે. જી હા…કપડવંજ ના આંતરિયાળ વિસ્તારો માં શિક્ષકોની જાણે અદલાબદલી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે વાટા શિવપૂરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક આશિષકુમાર ડાહ્યાભાઈ પટેલ ગેરહાજર રહીને પોતાની જગ્યા પર વિજય નામના વ્યક્તિને પોતાની જગ્યા પર પગાર ચૂકવીને રાખે છે. માહિતી અનુસાર આ શિક્ષકનો પગાર રૂ. 80 હાજર કરતા વધુ છે. તેથી આ વધુ પગાર ધરાવતા મુખ્ય શિક્ષક ના સ્થાને અન્ય શિક્ષક વિદ્યાર્થીઓ ને ભણાવતા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ખેડામાં આ બીજી ઘટના બની છે જેમાં શિક્ષકની લાલીયાવાડી સામે આવી છે.
ખેડાના કપડવંજના આંતરિયાળ વિસ્તારોમાં શિવપૂરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર રહેતા હતા અને આશિષ પટેલની બદલે વિજય નામનો બનાવટી શિક્ષક તેમની જગ્યા પર હાજર રહેતો હતો .આ બનાવટી શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યુ છે. આપને જણાવી દઈએ આ સમગ્ર મામલે TDO આપ્યા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
થરાદની પ્રા. શાળા માં પણ દર્શન ભાઈ નામનો શિક્ષક બે વર્ષ થી ગેરહાજર છે જેના કારણે બાળકોના શિક્ષણ પર ખુબ અસર પડી છે. આ શિક્ષક શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજુર કરાવ્યા વગર બે વર્ષથી ગેરહાજર છે.માહિતી અનુસાર આ શિક્ષક હાલ કેનેડા રહે છે. જાણકારી અનુસાર આ પ્રા.શાળાના શિક્ષક ભરતભાઈએ થોડા સમય પહેલા વોટ્સએપ કોલ પર વાત કરી હતી. જેમાં દર્શન ભાઈએ તેમને કહ્યું હતું કે હું કેનેડા છુ અને હવે હું અહીજ રહેવાનો છુ હું શાળામાં આવવાનો નથી તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો.
થોડા સમય પહેલા આવીજ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી હતી.ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાની વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે રહેવા ગઈ છે. આ હોવા છતાં, તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહી છે અને પગાર લઈ રહી છે. તે જ સમયે, વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.હાલ જીલ્લા શિક્ષણ વિભાગ દ્રારા સમગ્ર મામલે શોધખોળ હાથ ધરાઈ છે. પરંતુ આવા કેટલા શિક્ષકો છે વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે