પાણીની સમસ્યા/ ગરમી શરૂ થતા જ પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત

વલસાડ શહેર ના પોષ ગણાતા તિથલ રોડ વિસ્તાર માં પાણી ની વિકટ સમસ્યા
વર્ષો થી સમસ્યા નું નિકાલ ન થતા રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા

Gujarat Others

મયુર જોષી, મંતવ્ય ન્યુઝ-વલસાડ

વલસાડ ના પોષ ગણાતા એવા તિથલ રોડ ઉપર શાંતિ નગર.પ્રમુખ પાર્ક અને આજુ બાજુ ના વિસ્તારો મા આશરે ૨૦૦૦ રહીશો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા હદ બહાર પાણી ના  કનેક્શન આપ્યા બાદ વેરો પણ વસૂલવામાં આવી રહ્યો છે તેમ છતાં સમસ્યા નો ઉકેલ ના આવતા તંત્ર ની ઉદાસીનતા ઉજાગર થઈ છે. જેમાં પીવા ના પાણી ની સમસ્યા થી ત્રસ્ત લોકો એ હજારો રૂપિયા ખર્ચી ને ટેન્કર મારફતે પાણી સંગ્રહ કરી વૈકલ્પિક સમસ્યા ગોઠવણી ની ફરજ પડી છે.

ઉનાળા ની શરૂઆત ત જ થઈ છે અને હજુ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહિ કરવામાં આવે તો આ વિસ્તાર માં પાણી ની વિકટ સમસ્યા નો વધુ સામનો અહી ના રહીશો ને કરવામાં આવશે. ત્યારે વલસાડ ના તિથલ રોડ ઉપર આવેલ શાંતિ નગર સોસાયટી.પ્રમુખ પાર્ક તેમજ આજુ બાજુ વિસ્તારમાં તંત્ર દ્વારા જલ્દી થી કામગીરી કરાય તેવી રહીશો દ્વારા માંગ ઊઠી છે.