Not Set/ ITનાં નામે 4727 લોકોને ચૂનો લગાડનાર ગેંગને સાયબર ક્રાઇમે દબોચી લીધી

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નામે ઈનકમ ટેક્સ રિફંડ આપવાના મેસેજ મોકલી લોકોને ઠગતી કરતી નાઈજિરિયન ગેંગને સાયબર ક્રાઈમે પકડી પાડી છે. નાઈજિરિયાનાં ૩ શખ્સો સહિત કુલ સાત આરોપીની સાયબર ક્રાઈમ દ્રારા ધરપકડ કરવામા આવી છે. આ ગેંગે સમગ્ર ભારતમાં 4727 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં કુલ 1.03 કરોડની છેતરપિંડી કરી […]

Ahmedabad Gujarat Others

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નામે ઈનકમ ટેક્સ રિફંડ આપવાના મેસેજ મોકલી લોકોને ઠગતી કરતી નાઈજિરિયન ગેંગને સાયબર ક્રાઈમે પકડી પાડી છે. નાઈજિરિયાનાં ૩ શખ્સો સહિત કુલ સાત આરોપીની સાયબર ક્રાઈમ દ્રારા ધરપકડ કરવામા આવી છે. આ ગેંગે સમગ્ર ભારતમાં 4727 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં કુલ 1.03 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે.

ગુજરાતમાં પણ 11 લોકો સાથે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનાં નામે 9.78 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ થયેલી છે. ઓરોપી લોકોના એકાઉન્ટ હેક કરી તેમના ડમી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ બિટકોઈન મારફતે વિદેશમાં મોકલતા હોવાનો ખુલાસો થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત-અમદાવાદ સાયબર ક્રાઈમની  ટીમે  મુંબઈ થી આરોપીની ધરપકડ કરી તપાસ કરતા પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું કે, તેમણે ભારતના અલગ અલગ રાજ્યોમાં કુલ 4727 લોકો સાથે છેતરપિંડી કરી છે. જેમાંથી 56 ગુનાના ભેદ ઉકેલાઈ ચૂક્યા છે. આરોપીઓએ કુલ 2 કરોડની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું. તો સાયબર સેલ દ્રારા ઇન્કમટેક્સ રીફન્ડના નામે ઠગાઇ કરનાર બીજા બે આરોપીની પણ  ધરપકડ કરવામા આવી છે.

ગુજરાતમાંથી 126 લોકોની વિગતો હેક કરી હતી. સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓના બેંક એકાઉન્ટ, મોબાઈલ તથા ઠગાઇ માટે વાપરવામા આવતા અન્ય ડિઝીટલ સાધનો પણ ઝપ્ત કર્યા છે. આરોપીએ ડેટાબેઝ હેક કરી યુઝરનેમ, પાસવર્ડ, વિવિધ નંબર સહિતની માહિતી મળેવી. હેક કરેલા એકાઉન્ટમાંથી ઓનલાઈન બનાવેલા ડમી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી ત્યારબાદ આ નાણાં વિવિધ બિટકોઈન વોલેટમાં ટ્રાન્સફર કરી બિટકોઈન અન્ય બિટકોઈન વોલેટમાં ટ્રાન્સફર કરી વિદેશ મોકલતા દેતા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નાઈજિરિયન ગૅંગનાં મુખ્ય સૂત્રધારને નાઈજીરિયા થી પકડવામાં ક્યારે સફળતા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન