Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર 96 લાખનું સોનું જપ્ત, અન્ડરવેરમાં પેસ્ટ બનાવી છુપાવ્યું

દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે લગભગ 96 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. આરોપીએ સોનાને પેસ્ટ સ્વરૂપમાં અન્ડરવેરમાં છુપાવવાની અનોખી સ્મગ્લિંગ પદ્ધતિ અપનાવી હતી, જેને અધિકારીઓએ પર્દાફાશ કરી દીધો છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મોટી માત્રામાં દાણચોરીનું સોનું ઝડપી લીધું છે. તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ સોનાની સ્મગ્લિંગ માટે અનોખી રીત અપનાવી હતી. તેણે સોનાને પેસ્ટ સ્વરૂપમાં બદલીને અન્ડરવેરમાં છુપાવ્યું હતું, જે પહેલી નજરે સામાન્ય કપડાં જેવું લાગતું હતું. જોકે, એરપોર્ટ પર તેની શંકાસ્પદ હિલચાલના આધારે કસ્ટમ્સ અધિકારીઓએ તેને રોકી તપાસ કરતા આ અદ્દભૂત મોડસ ઓપરેન્ડી બહાર આવી.

દુબઈથી આવ્યો હતો યુવક

દુબઈથી અમદાવાદ (Ahmedabad) સ્પાઈસજેટની ફ્લાઇટ SG-016 દ્વારા આવેલા આ શખ્સ પાસેથી તપાસ દરમિયાન બે સંપૂર્ણ સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી. આ સોનું તેણે પોતાના પર્સમાં છુપાવી રાખ્યું હતું. કુલ 324.140 ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત 51.73 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

લાખોનો મુદ્દામાલ જપ્ત

આ ઉપરાંત, વધુ તપાસમાં જણાયું કે આરોપીએ સોનાને પેસ્ટ બનાવી અન્ડરવેરમાં છુપાવ્યું હતું. રાસાયણિક પ્રક્રિયા બાદ આ પેસ્ટમાંથી 277.800 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું, જેની કિંમત અંદાજે 44.33 લાખ રૂપિયા થાય છે.

સોનું કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં તપાસ

રીતે કસ્ટમ્સ વિભાગે કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની કુલ કિંમત આશરે 96.06 લાખ રૂપિયા થાય છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.સોનું કોને સપ્લાય કરવાનું હતું અને આ દાણચોરીમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં, તે અંગે અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ બન્યું સોનાની દાણચોરીનો અડ્ડો, ઇન્ડિગોના બે ઓફિસરની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી 59 લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરતો પકડ્યો મુસાફર

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરી, એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂમાં છુપાયેલું 353 ગ્રામ સોનું પકડાયું