ભ્રષ્ટાચાર/ બોટાદ નર્મદાની LD-6 કેનાલનું અધુરું કામ પૂર્ણ કરવા કારોલના ગ્રામજનોની માંગ

ચુડા તાલુકાનાં લાલીયાદથી પસાર થતી બોટાદ બ્રાન્ચની એલડી-6 નર્મદા માઈનોર કેનાલ લાલીયાદ સહિત કારોલ અને ભગૃપુર ગામનાં ખેડૂતોની જીવાદોરી સમાન છે.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ચુડા તાલુકાનાં લાલીયાદથી પસાર થતી બોટાદ બ્રાન્ચની એલડી-6 નર્મદા માઈનોર કેનાલ લાલીયાદ સહિત કારોલ અને ભગૃપુર ગામનાં ખેડૂતોની જીવાદોરી સમાન છે. લાલીયાદ ગામનાં ખેડૂતોની જમીનનાં નાણાં ચૂકવણી બાબતનાં વિવાદને લઈને ચારેક વર્ષોથી કામ બંધ છે.

આખરી દાવ / ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીનો આખરી દાવ, પ્રત્યાર્પણ થી બચવા માટે બ્રિટન પાસે માગી મદદ

કારોલનાં સરપંચ મહાવીરસિંહ ઝાલાની રજૂઆતને ધ્યાને લઈ જે ખેડૂતોને વાંધો હતો. તેમની જમીન છોડી કેનાલનું કામ શરૂ કર્યું હતું. થોડો સમય કેનાલનું કામ શરૂ રહ્યું. પરંતુ કેનાલનું કામ કરનાર કોન્ટ્રેક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો બુમરાણા ઉઠવા લાગ્યા હતા. લાલીયાદ-કારોલ ગામો વચ્ચેની કેનાલનું કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતા કામમાં ઠેર-ઠેર ગાબડા પડતા ત્રણેય ગામો ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. કારોલનાં સરપંચે કેનાલનાં કામમાં કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યાની ફરિયાદ કરતા કોન્ટ્ર્રાક્ટરે કામ બંધ કરી દીધું હતું.

આતંકનો ઓછાયો / અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની પરત ખેંચાતા કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ વધવાની સંભાવના

સરકાર ખેડૂતોને સિંચાઈનું પાણી પુરું પાડવા કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત કારણે કોન્ટ્રાક્ટરે જેમ ફાવે તેમ કામ કર્યું. એની પોલ ખુલ્લી એટલે કામ અધૂરું છોડી ભાગી ગયો હતો. આ કેનાલ કારોલ, લાલીયાદ અને ભગૃપુરના ખેડૂતો માટે કરોડરજ્જુ સમાન છે. વર્ષ-2017માં પ્રગતિ શેતુ કાર્યક્રમથી લઈ છેલ્લા 4 વર્ષમાં અનેકવાર રજૂઆત કરી હવે થાક્યા છીએ જો હવે કેનાલનું કામ શરૂ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.