Gandhinagar News : કાયદો અને વ્યવસ્થાને લઈને રાજ્ય ગૃહમંત્રીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. અમદાવાદમાં ખુલ્લેઆમ શસ્ત્રો લઈને આતંક મચાવતા અસામાજીક તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે.ગૃહ રાજ્યમંત્રીએ ગુનેગારો સામે કડક પગલા લેવામાં આવ્યા છે, એમ કહ્યું હતું. ગાંધીનગર વિધાનસભામાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે ગુનેગારો સાથે સંકળાયેલા પોલીસકર્મીઓએ પણ નોકરી ગુમાવવી પડશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે જ છે. તેમણે બપોરે ચાર વાગ્યે મળનારી બેઠકમાં આ અંગે સમીક્ષા કરીશું, એમ કહ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત પોલીસની તમામ યુનિટને માર્ગદર્શિકા આપવામાં આવી છે. ગુનેગારો કાયદાની આંટીઘુંટી વડે જામીન મેળવી લે છે. પરંતુ હવે ગુનેગારો સામે કડક પગલે લેવાશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો:સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા-હેમાંગ રાવલ સામસામે
આ પણ વાંચો:બાબરાના સુખપુરમાં કર ઉતારવા અંધશ્રદ્ધા 6 પશુબલિ માંડવામાં પોલીસ અને વિજ્ઞાન જથ્થા ત્રાટકયા…
આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….