અંધશ્રદ્ધા/ જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….

જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિક મુંજાવરને વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો છે જુનાગઢના બામણ ગામ ખાતે આવેલ એક દરગાહમાં ચાલતા ધતિંગ અને દોરા ધાગા આપી આસ્થા સાથે ખેલનાર મૂંઝાવરને ધતિંગ બંધ કરવા તાકીદ કરવામાં આવી.

Gujarat Others
Untitled 27 3 જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા....

જૂનાગઢના બામણ ગામ ખાતે આવેલ હઝરત પીર જીવાશા બાપુ ની દરગાહમાં મૂંઝાવર બાનવાસા સમા નામનો શખ્સ લોકોને દોરા ધાગા કરી તાંત્રિક વિધિ કરતા હોવાની ફરિયાદ જનવિજ્ઞાન જાથા ને મળી હતી જે અંગેની ચકાસણી કરવા માટે આજે જાથાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે બામણગામ ખાતે પહોંચી હતી અને હજરત પીર જીવાશાબાપુની દરગાહમાં ચાલતી ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો હતો અહીંના મૂંઝાવર લોકોને આસ્થાના નામ ઉપર છેતરતા હતા અને કેટલાક લોકો ને દોરા ધાગા કરી તેની આસ્થા સાથે રમત રમતા હતા જે અંગે આજે જનવિજ્ઞાન જાથા એ તેમને ખુલ્લા પડ્યા હતા.

બામણ ગામમાં હજરત પીર જીવાશા બાપુની દરગાહમાં લોકો સિર દર્દ હાથનો દુખાવો પગ નો દુખાવો સહિતના અનેક સમસ્યાઓ લઈને અહીં આસ્થા સાથે આવતા હતા અને અહીં ના મૂંઝાવર લોકોની આસ્થા સાથે રમત રમી તેને તાવીજ સળગાવાનું તેમજ સાંજના સમયે દીવા કરવાનું તેવી અનેક વિધિઓ ના નામે છેતરતા હતા જે અંગેનો અહીં આસ્થા સાથે આવેલા લોકોએ પણ સ્વીકાર્યું હતું અને આ બાબાની પોલ છત્તી થતા લોકો પણ આ મૂંજાવર સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી.

પોતાની ધતિંગ લીલાનો પર્દાફાશ થતા દરગાના મૂંઝાવર પણ હાથે પગે લાગવા લાગ્યા હતા અને હવેથી એટલે કે આજથી જ દોરા ધાગા આપવાનું બંધ કરશે અને લોકો દરગાહ એ આવી શકે છે પોતાની ભક્તિ મુજબ અને દીવાબત્તી કરી શકે છે પરંતુ પોતે ક્યારેય પણ હવે થી કોઈ દોરા ધાગા કે કોઈ વિધિ નહીં કરાવે તેવી સ્પષ્ટતા કરી હતી અને વિજ્ઞાન જથ્થાને તેઓએ લખીને આપ્યું હતું.

આજે બામણ ગામ ખાતે આવેલી દરગાહમાં ચાલતા દોરા ધાગા કરી અને લોકોને ઉલ્લુ બનાવતા મૂંઝાવરને ખુલ્લા પાડી વિજ્ઞાન જ થાય આવા તત્વો સામે લોકોએ આગળ આવી જાણ કરવા અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન

આ પણ વાંચો:હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:આ યુનિ.માં વાઈલ્ડ લાઈફ પર થશે સંશોધન, સરકારે આપી….

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, સિદ્ધપુરમાં સ્કૂલ દ્વારા 108 વૃક્ષો રોપાયા