Not Set/ ટેક્નોલોજી/ સુરતનાં ડ્રેનેજની સંભાળ હવેથી લેશે અધ્યતન રોબોટ

આજનો યુગ ટેક્નોલોજીનો યુગ છે આજે માણલ ચંદ્ર નહી પર સુર્યની ઘરતીની વાતો જાણવામાં રસ ઘરાવે છે. ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતુ સુરત શહેર પણ ટેક્નોલોજીકલ વાધા પહેરી રહ્યું છે. જી હા, સુરતની ઉભરાતી ગટરોથી હવે સુરતીઓને મુક્તિ મળશે અને ડ્રેનેજ સફાઇમાં ગટરોમાં ઉતરવાથી થતા કામદારોનાં મોત પણ અટકશે. ઉલ્લેખીય છે કે, દેશભરમાં ગરટ સાફ […]

Gujarat Surat Tech & Auto
srt ટેક્નોલોજી/ સુરતનાં ડ્રેનેજની સંભાળ હવેથી લેશે અધ્યતન રોબોટ

આજનો યુગ ટેક્નોલોજીનો યુગ છે આજે માણલ ચંદ્ર નહી પર સુર્યની ઘરતીની વાતો જાણવામાં રસ ઘરાવે છે. ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતુ સુરત શહેર પણ ટેક્નોલોજીકલ વાધા પહેરી રહ્યું છે. જી હા, સુરતની ઉભરાતી ગટરોથી હવે સુરતીઓને મુક્તિ મળશે અને ડ્રેનેજ સફાઇમાં ગટરોમાં ઉતરવાથી થતા કામદારોનાં મોત પણ અટકશે. ઉલ્લેખીય છે કે, દેશભરમાં ગરટ સાફ કરવા સમયે ગેસ ગળતર અને ગુંગણામણથી હજારો સફાઇ કામદારો મોતને ભાટે છે. ત્યારે સુરત મહાનગરપાલીકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે ડ્રેનેજ સફાઇનું કાર્ય હવે આધુનિક રોબોટને સોંપવામાં આવશે.

ગુજરાત સરકાર તથા કોર્પોરેશનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થતી જાવામાં આવી રહી છે. સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા રોબોટનો ઉપયોગ કરવાનો મહત્વનો નિર્ણય કર્યા બાદ હવે મહાનગર પાલિકાની ડ્રેનેજ લાઈન પણ રોબોટના માધ્યમથી સાફ કરવામાં આવશે. રાજ્યમાં સુરત રોબોટથી ગટર લાઈન સાફ કરનારું પહેલું શહેર બનશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં 12 જેટલા શહેરોમાં હાલ રોબોટથી ગટર લાઈન સફાઈ થઇ રહી છે.

મળતિ માહિતી અનુસાર જૂના સુરત વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઈન હોવા ઉપરાંત હાલ વસ્તી અને વિસ્તાર વધતાની સાથે ડ્રેનેજ નેટવર્કમાં પણ વધારો થયો છે. હાલ શહેરમાં 114 જેટલા મશીનથી કામગીરી કરવામા આવે છે. 2006થી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડ્રેનેજના મેઈન હોલમાં કામદારોને ઉતારવાનું બંધ કરાયું છે. તંત્ર દ્વારા સીસી કેમેરા સાથે સુપર સકર મશીન, સુવર જેટિંગ મશીન, ગલ્પર મશીન, ગ્રેબ બકેટ જેવી મશીનરીનો ઉપયોગ કરીને ડ્રેનેજ સફાઈની કામગીરી કરવામાં આવે છે. ડ્રેનેજની કામગીરી વધુ સઘન બને તે માટે રોબોટિક ક્લિનિંગ કોન્સેપ્ટ લાવી રહી છે.. આ રોબૉટની કિંમત 40 લાખ રૂપિયા છે. સૌપહેલા માત્ર એક રોબૉટની ખરીદી કરવામાં આવશે, ત્યાર બાદ તમામ ઝોન માટે એક એક રોબૉટ ખરીદવામાં આવશે.  મુંબઈ મહાનગરપાલિકા દ્વારા રોબૉટ મારફતે ડ્રેનેજની સફાઈ કામગીરી સારી રીતે કરાવાય છે. જેથી સુરત મ્યુનિ.એ પણ આવા રોબૉટ ખરીદવા નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રોબોટ ડ્રેનેજનું ઢાંકણ ખોલવાની કામગીરી પણ કરશે. 25 ફૂટની ઊંડાઈ સુધી જઈને સફાઈની કામગીરી કરશે, જેમાં એક કેમેરો પણ હશે. જેથી તેને ઓપરેટ કરનારને અંદરની પરિસ્થિતિ માલુમ પડી શકે. જો ગેસ ચેમ્બરમાં વધુ પડતો ગેસ હશે તો તેની પણ માહિતી પણ રોબોટ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.