Anand News : ખંભાતના કલમસરમાં કેમિકલ માફિયા બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ભૂગર્ભ જળ કેમિકલયુક્ત થતા ચકચાર મચી છે. જેમાં પંચાયતના નવીન બોરમાં કોમિકલયુક્ત પાણી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. નવીન બોરમાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી આવતા ગ્રમજનોમાં રોષ વ્યાપી ગયો છે.
કેમિકલયુક્ત પાણીને લઈને ગામના સરપંચે પ્રદુષમ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ પણ નોંધાવી છે. ફરિયાદને પગલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બાદમાં અધિકારીઓએ પાણીના સેમ્પલ લીધા હતા. જે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
ભૂગર્ભ જ કેમિકલયુરક્ત થતા જય કેમિકલ, રોહન ડાયઝ નામની કંપનીઓ સામે સંરપંચ દ્વારા કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત
આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે
આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર