Not Set/ ધોરણ-૧૨ સાયન્સમાં ગેરરીતિના કેસમાં ગત વર્ષ કરતા નોંધાયો ત્રણ ગણો વધારો, અમદાવાદ શહેર-દાહોદ રહ્યા મોખરે

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે ધોરણ-૧૨ સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ મુજબ ગેરરીતિના કેસમાં ગત વર્ષની તુલનામાં ત્રણો જેટલો વધારો જોવા મળ્યો છે. આ વખતે ગેરરીતિના કેસમાં ૧૨૦ વિદ્યાર્થીઓના પરિણામ અનામત (રિઝર્વ) રાખવામાં આવ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-૧૨ સાયન્સના પરિણામમાં પરીક્ષા […]

Ahmedabad Gujarat
dfhhfh ધોરણ-૧૨ સાયન્સમાં ગેરરીતિના કેસમાં ગત વર્ષ કરતા નોંધાયો ત્રણ ગણો વધારો, અમદાવાદ શહેર-દાહોદ રહ્યા મોખરે

અમદાવાદ,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે ધોરણ-૧૨ સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ મુજબ ગેરરીતિના કેસમાં ગત વર્ષની તુલનામાં ત્રણો જેટલો વધારો જોવા મળ્યો છે. આ વખતે ગેરરીતિના કેસમાં ૧૨૦ વિદ્યાર્થીઓના પરિણામ અનામત (રિઝર્વ) રાખવામાં આવ્યા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-૧૨ સાયન્સના પરિણામમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરવાના કેસમાં કુલ ૧૨૦ વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેના અંતર્ગત બોર્ડ દ્વારા આ ૧૨૦ વિદ્યાર્થીઓના પરિણામોને રિઝર્વ (અનામત) રાખવામાં આવ્યા છે.

બોર્ડના જણાવ્યા મુજબ, પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરા અને ટેબ્લેટ દ્વારા પરીક્ષાખંડમાં રેકોર્ડ થયેલા વીડિયો ફૂટેજને જિલ્લા મથકે બનાવવામાં આવેલા ક્લાસ-૧ કક્ષાના અધિકારીઓની ટીમે ચકાસણી કરી હતી.

આ વીડિયો ફૂટેજના આધારે જે પરીક્ષાર્થીઓ ગેરરીતિ આચરતા જોવા મળ્યા છે એવા ૯૦ વિદ્યાર્થીઓ તેમજ પરીક્ષાખંડમાં ગેરરીતિ આચરતા હોય ત્યારે જે તે સમયે (બ્લોકમાં-પરીક્ષાખંડમાં) કોપી કેસ થયેલા એવા ૩૦ પરીક્ષાર્થીઓ મળીને કુલ ૧૨૦ વિદ્યાર્થીઓના પરિણામને અનામત (રિઝર્વ) રાખવામાં આવ્યા છે.

આ પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂમાં બોલાવીને સુનાવણી કરીને જરૂરી તપાસના અંતે તેમના ગુણ-દોષના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણો વધારો થયો છે. ગત વર્ષે એટલે માર્ચ-૨૦૧૭માં લેવાયેલી પરીક્ષામાં આ આંકડો માત્ર ૪૫નો જ હતો. જયારે માર્ચ-૨૦૧૭માં આ આંકડો વધીને ૧૨૦ થયો છે.

આ વર્ષે સીસીટીવી કેમેરા અને ટેબ્લેટના વીડિયો ફૂટેજના આધારે તેમજ બોર્ડના અધિકૃત અધિકારી દ્વારા નિર્ધારિત કરાયેલા ગેરરીતિના કેસોની જિલ્લાવાર યાદીને જોતા અમદાવાદ સિટી અને દાહોદમાં ૨૩-૨૩ કેસો નોંધાયેલા છે.

ત્યારબાદ બીજા ક્રમે મહીસાગર (લુણાવાડા)માં ૧૯ કેસ, જૂનાગઢમાં ૧૬ કેસ, બનાસકાંઠામાં ૧૦ કેસ નોંધાયા છે. જયારે સાબરકાંઠામાં નવ કેસ, અમરેલીમાં છ કેસ, રાજકોટમાં ચાર કેસ, પંચમહાલમાં ત્રણ કેસ અને સુરેન્દ્રનગરમાં બે કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત અમદાવાદ રૂરલ, ખેડા, ભાવનગર, આણંદ, નવસારીમાં એક એક કેસ નોંધાયેલા છે.