Not Set/ જાણો, ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ની એક્ટ્રેસ ભાભીજીના ફિટનેસને વિશે

‘ભાભીજી ઘર પર હૈ’ શોની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડનને શોમાં તમે ઘણીવાર જોગિંગ કે કસરત કરતી જોઈ હશે. શોમાં સૌમ્યાને ફિટનેસને લઈને જેટલી જાગૃત બતાવાઈ છે રિયલ લાઈફમાં પણ તે સ્વાસ્થ્ય પ્રત્યે તેટલું જ ધ્યાન આપે છે. ફિટ રહેવા માટે સૌમ્યા સંતુલિત ખોરાક લે છે. ‘જબ વી મેટ’માં મળ્યો વેકઅપ કૉલ ફિટનેસ અંગે વાત […]

Health & Fitness Lifestyle
mahu88 જાણો, ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ’ની એક્ટ્રેસ ભાભીજીના ફિટનેસને વિશે

‘ભાભીજી ઘર પર હૈ’ શોની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડનને શોમાં તમે ઘણીવાર જોગિંગ કે કસરત કરતી જોઈ હશે. શોમાં સૌમ્યાને ફિટનેસને લઈને જેટલી જાગૃત બતાવાઈ છે રિયલ લાઈફમાં પણ તે સ્વાસ્થ્ય પ્રત્યે તેટલું જ ધ્યાન આપે છે. ફિટ રહેવા માટે સૌમ્યા સંતુલિત ખોરાક લે છે.

Image result for Saumya Tandon Fitness

જબ વી મેટમાં મળ્યો વેકઅપ કૉલ

ફિટનેસ અંગે વાત કરતાં સૌમ્યા જણાવે છે કે, “મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારું વજન વધારે છે. હું હંમેશા મારી જાતને ફિટ માનતી હતી. ફિલ્મ‘જબ વી મેટ’માં કામ કરતાં પહેલા લોકો મને હંમેશા કહેતા હતાં કે તું કેટલી પાતળી છે. પણ જ્યારે મેં બિગ સ્ક્રીન પર પોતાને જોઈ ત્યારે મને અંદાજ આવ્યો કે હું કેટલી ફૂલેલી છું. ત્યારે મને ખબર પડી કે સ્ક્રીન પર દેખાવવા માટે મારી ફિટ અને લીન બોડીની જરૂર છે.”

Image result for Saumya Tandon Fitness

હેક્ટિક શિડ્યુલ

સૌમ્યા કહે છે કે, “ત્યાર બાદથી જ મેં મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું અને નિયમિત કસરત કરવા લાગી. મેં લાંબા સમય સુધી ફિટનેસ શિડ્યુલનું પણ પાલન કર્યું. પરંતુ અત્યારે ‘ભાભીજી ઘર પર હૈ’ના હેક્ટિક શૂટિંગ શિડ્યુલના કારણે ફિટનેસ જાળવી રાખવી મુશ્કેલીભર્યું બન્યું છે. અમારે 12 કલાક શૂટિંગ કરવાનું હોય છે. મારા ઘરેથી સીરિયલનો સેટ 35 કિમી દૂર છે એટલે કે આવવા જવાના 70 કિલોમીટર થાય. જેમાં દિવસના3-4 કલાક વિતી જાય છે. એવામાં એક્સસાઈઝ માટે ખૂબ ઓછો સમય મળે છે.

Related image

પ્રાણાયમ ખૂબ જરુરી

સૌમ્યાએ કહ્યું કે, “ટ્રાવેલિંગ અને શૂટિંગના કારણે થાકી જવાય છે. અને શરીર માટે પૂરતી ઊંઘ પણ જરૂરી છે. તેમ છતાં મારો પ્રયત્ન રહે છે કે અઠવાડિયામાં 3-4 દિવસ હું સવારે એક કલાક જેટલો સમય જીમમાં જઉં. એ એક કલાકમાં હું વેઈટ ટ્રેનિંગ અને ફંક્શનલ ટ્રેનિંગ કરું છું. જેથી બોડીની સ્ટ્રેંથ જળવાઈ રહે. ખાસ કરીને બેક અને ઘૂંટણ મજબૂત થાય તેવી ટ્રેનિંગ લઉં છું. કારણકે જો તમે આના પ્રત્યે ધ્યાન નહીં આપો તો બોડી સ્ટીફ થઈ જશે. હું દરરોજ પ્રાણાયમ કરું છું. હું કોઈ કસરત કરું કે નહીં દરરોજ વીસ મિનિટ કપાલભાતી અને અનુલોમ-વિલોમ અચૂક કરું છું. જો તમે દરરોજ20 મિનિટ પ્રાણાયમ કરો તો ફિટનેસની ઘણી સમસ્યાઓ હલ થઈ જશે.”

Image result for Saumya Tandon Fitness

ડાયટ અંગે શું માને છે

ડાયટ અંગે સૌમ્યા કહે છે કે, “ખાવા-પીવામાં હું માનું છું કે બેલેંસ્ડ ડાયટ લેવું જોઈએ. ડાયટિંગ તો મેં ક્યારેય નથી કર્યું કારણકે મને ભૂખ્યું રહેવું પસંદ નથી. હું શાકાહારી છું એટલે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ જાળવી રાખવા માટે ઘણાં બધાં ફળો ખાઉં છું અને જ્યૂસ પીવું છું. હું નારિયેળ પાણી પણ ખૂબ પીવું છું. ઓઈલી ફૂડ અને ફાસ્ટ ફૂડ મને પહેલાંથી જ પસંદ નથી. હું હેવી બ્રેકફાસ્ટ કરું છું. હું પ્રયાસ કરું છું કે લંચ પણ બરાબર લઉં અને ડિનર લાઈટ કરું છું. જેમ જેમ દિવસ વિતતો જાય છે તેમ તેમ પાચનશક્તિ ઓછી થતી જાય છે.”

Image result for Saumya Tandon Fitness

ઘરનું જ ભોજન ખાઉં છું: સૌમ્યા

સૌમ્યા કહે છે કે, “હું ઘરનું જ ભોજન ખાઉં છું. હું સેટ પર 5 ડબ્બા લઈને જાઉં છું. જેમાં 3માં જમવાનું અને 2માં નાસ્તો. બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે હું એક વાટકી ફ્રૂટ્સ ખાઉં છું. લંચ બાદ 4-5 વાગ્યે સ્નેક્સમાં ક્યારેક ઈડલી, સોયા ખીચડી, ઉપમા કે સ્પ્રાઉટ્સ ચાટ લઉં છું. ડિનર હું હળવું જ લઉં છું. ક્યારેક મન થાય તો એકાદ રોટલી ખાઉં છું. બાકી તો ડિનરમાં દાળ-શાક કે સૂપ-સલાડ જ લઉં છું. મને ગળ્યું ખૂબ ભાવે છે પરંતુ અભિનેત્રી હોવાથી વધારે ગળ્યું નથી ખાતી. પણ અઠવાડિયામાં એક દિવસ ચીટિંગ કરી લઉં છું

Related image

કોણ છે પ્રેરણા?

સૌમ્યા જણાવે છે કે, “આમ તો વધારે પડતી કસરત કરવાથી છોકરીઓની માસૂમિયત અને ફેમિનાઈન ગુણ ખોવાઈ જાય છે, જે ગુમાવવો ન જોઈએ. મહિલાઓની પર્સનાલિટીમાં સુઘડ અને સુંદર હોવું જરૂરી છે. લોકો મારા આ ગુણોના વખાણ કરે છે ત્યારે સાંભળીને સારું લાગે છે. મારી નજરમાં દીપિકા પદુકોણ, કેટરીના અને જેક્લીન ફિટનેસ અને બ્યૂટીનો સમન્વય છે. આ ત્રણેય મારી આદર્શ છે. આ ત્રણેય ખૂબસુરત તો છે જ સાથે તેમનું ફિટનેસ લેવલ પણ ગજબ છે.”

Image result for Saumya Tandon Fitness