Rajkot Gaming Zone/ હાઇકોર્ટે ધોકો પછાડ્યોઃ મંજૂરી વગરના ગેમિંગ ઝોન બંધ થાય

રાજકોટ અગ્નિકાંડના મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. રાજકોટ ગેમિંગ ઝોનના કરુણાંતિકાના મુદ્દે હાઇકોર્ટે તંત્રને વેધક સવાલો કર્યા છે. આ કેસની સુનાવણી કરતાં હાઇકોર્ટે જણાવ્યું છે કે રાજ્યની મશીનરી પર ભરોસો રહ્યો નથી. રાજકોટ ગેમિંગ ઝોન તે અકસ્માત નથી પણ માનવસર્જિત દુર્ઘટના છે.

Gujarat Top Stories Rajkot Trending

રાજકોટઃ રાજકોટ અગ્નિકાંડના (Rajkot Firing Tragedy) મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. રાજકોટ ગેમિંગ ઝોનના કરુણાંતિકાના મુદ્દે હાઇકોર્ટે તંત્રને વેધક સવાલો કર્યા છે. આ કેસની સુનાવણી કરતાં હાઇકોર્ટે જણાવ્યું છે કે રાજ્યની મશીનરી પર ભરોસો રહ્યો નથી. રાજકોટ ગેમિંગ ઝોન તે અકસ્માત નથી પણ માનવસર્જિત દુર્ઘટના છે. તેની સાથે તેણે રાજયમાં મંજૂરી વગર ધમધમતા ગેમિંગ ઝોન અંગે જણાવ્યું હતું કે રાજ્યભરના મંજૂરી વગરના ગેમિંગ ઝોન બંધ થવા જોઈએ.

હાઇકોર્ટે રાજકોટ મનપાને વેધક સવાલ કર્યા છે કે રહેણાક વિસ્તારમાં મંજૂરી વગર આ ગેમિંગ ઝોન ચાલતો હતો તો તેણે કેમ પગલાં ન લીધા. નાગરિકનો જરા પણ વેરો બાકી હોય તો નોટિસ ફટકારવામાં પાછીપાની તંત્ર કરતું નથી, જ્યારે આટલો મોટો ગેમિંગ ઝોન રહેણાક વિસ્તારમાં બની કેવી રીતે બની ગયો, જ્યારે વાસ્તવમાં રહેણાક વિસ્તારમાં આ પ્રકારનો ઝોન હોવો જ ન જોઈએ. ચાર-ચાર વર્ષથી આ ગેમિંગ ઝોન ચાલતો રહ્યો તો રાજકોટ મનપાની નીંદર કેમ ન ઉડી. રાજકોટ મનપાએ આ રીતે ગેરકાયદેસર રીતે ચાલતા ગેમિંગ ઝોન સામે કેમ આંખ આડા કાન કર્યા તેમ પૂછ્યું હતું.

હાઇકોર્ટનો સવાલ એ હતો કે આ 33 નિર્દોષોના મોતની જવાબદારી કોણ લેશે. ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન બનાવનાર સામે કોઈપણ પ્રકારના પગલાં કેમ ન  લેવાયા.  આ કેસમાં આરોપીઓની મિલકત ટાંચમાં લેવાની રજૂઆત કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલા વળતરમાં પણ વધારો કરવાની માંગ છે. આરોપીઓની મિલકતો વેચીને પણ લોકોને વળતર આપવામાં આવે તેવી માંગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: શાસક પક્ષ માટે પ્રજાનું જીવન ‘ગેમ’ જ છેઃ શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ