Not Set/ કેવડિયા / સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો, જાણો રોજ કેટલા પ્રવાસી મુલાકાતે આવે છે…?

કેવડીયા કોલોનીના મશહૂર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળનારા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે.  સરકાર દિવસેને દિવસે તેની આસપાસ પણ અનેક આકર્ષણો પણ ઉભા કરી રહી છે. હાલ સરેરાશ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરેરાશ 9400 જેટલા પ્રવાસીઓ રોજેરોજ મુલાકાત લઇ રહ્યા છે. તો આ તરફ વિશ્વની અજાયબીયોમાં સ્થાન પામનાર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ખાતે […]

Top Stories Gujarat Others
sardar patel statue of unity inauguration kzdC કેવડિયા / સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો, જાણો રોજ કેટલા પ્રવાસી મુલાકાતે આવે છે...?

કેવડીયા કોલોનીના મશહૂર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળનારા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે.  સરકાર દિવસેને દિવસે તેની આસપાસ પણ અનેક આકર્ષણો પણ ઉભા કરી રહી છે. હાલ સરેરાશ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરેરાશ 9400 જેટલા પ્રવાસીઓ રોજેરોજ મુલાકાત લઇ રહ્યા છે. તો આ તરફ વિશ્વની અજાયબીયોમાં સ્થાન પામનાર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ખાતે દરરરોજ 10000 પ્રવાસીઓ રોજ મુલાકાત લઇ રહ્યા છે. સત્તાધીશો આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં પ્રવાસીઓની સંખ્યા વધશે,  તો તેની આવકમાં પણ ઘણો વધારો થઇ શકે છે. 1 નવેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2019 સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 29,32,220 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આ પ્રવાસીઓની ટિકિટથી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ને કુલ 75 કરોડ જેટલી માતબાર રકમની આવક પ્રાપ્ત થઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km  દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટર છે અને તે 12 ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. 182  મીટરની ઊંચાઇ, જેમાં 157 મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે.  સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

આ સ્મારકની જાહેરાત 2010 માં  કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ રૂ. 3001  કરોડ અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2014 માં લાર્સન અને ટુબ્રોએ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બિડ કર્યું હતું અને કરાર જીત્યો હતો,  2,989  કરોડ હતો. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013ના રોજ  બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર 2018 માં બાંધકામ પૂર્ણ થયું હતું. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143 મી જન્મજયંતિ પર ભારતના 14 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  તેનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.