Shocking/ રવિન્દ્ર જાડેજા લેશે આ ફોર્મેટમાંથી Retirement? જાણો કોણે કર્યો ખુલાસો

રવિન્દ્ર જાડેજા ઈજાનાં કારણે મુંબઈ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. વળી, તેની ઈજા વચ્ચે, મોટા સમાચાર આવ્યા કે રવિન્દ્ર જાડેજા ક્રિકેટનાં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે? 

Top Stories Sports
રવિન્દ્ર જાડેજા

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાનાં કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. જાડેજાને ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. અહીં તેનું કારણ એ હતું કે તે મુંબઈ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. વળી, તેની ઈજા વચ્ચે, મોટા સમાચાર આવ્યા કે રવિન્દ્ર જાડેજા ક્રિકેટનાં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે?

રવિન્દ્ર જાડેજા

આ પણ વાંચો – નારાજગીની ચર્ચા / ભારતનાં સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયામાં ખેંચતાણનાં સંકેત

ભારતીય ક્રિકેટ ટીમનાં દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાનાં કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ (SA vs IND)નો ભાગ નથી. હાલમાં જ તેણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમી હતી પરંતુ ઈજાનાં કારણે તે બીજી ટેસ્ટ મેચ રમી શક્યો નહતો. રવિન્દ્ર જાડેજાનાં નજીકનાં મિત્ર અને તેના સાથી ખેલાડીએ એક ખાનગી સંસ્થાને જણાવ્યું છે કે જાડેજા ઈજાનાં કારણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે અને મર્યાદિત ઓવરોમાં તેની કારકિર્દીને લંબાવશે. રવિન્દ્ર જાડેજા ન્યૂઝીલેન્ડ સામે ખતમ થયેલી બે ટેસ્ટ મેચની સીરીઝનો ભાગ હતો. કાનપુર ટેસ્ટ મેચમાં તેણે શ્રેયસ અય્યર સાથે શાનદાર ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો હતો, સાથે જ અડધી સદી ફટકારતી વખતે શાનદાર બોલિંગ કરી હતી. જોકે, પ્રથમ મેચમાં શાનદાર રમત બાદ તે ઈજાનાં કારણે મુંબઈ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. હવે તે સાઉથ આફ્રિકા ટૂરમાંથી બહાર છે. જાડેજાને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે, આ માટે તે BCCI નાં ડોક્ટરોની સલાહ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જો રવિન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરી કરાવે છે તો તેને ચારથી છ મહિના ક્રિકેટથી દૂર રહેવુ પડી શકે છે. આ જ કારણ છે કે તેને દક્ષિણ આફ્રિકા જતી ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. તેની જગ્યાએ જયંત યાદવને આર અશ્વિનનો નવો પાર્ટનર મળ્યો છે. BCCIનાં એક અધિકારીએ માહિતી આપી છે કે જાડેજાની ઈજા ગંભીર છે. રવિન્દ્ર જાડેજાનાં એક સાથી ક્રિકેટર મિત્રએ જણાવ્યું કે હાલમાં જ તેની ચર્ચા થઈ હતી અને તે ODI, T20 અને IPL કારકિર્દી લાંબી રાખવા માટે ટેસ્ટ છોડી શકે છે.

રવિન્દ્ર જાડેજા

આ પણ વાંચો – OMG! / પહેલા કરી પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડની હત્યા, Live આવી પૂર્વ પત્નીને મારી ગોળી અને પછી પોતાનું ટૂંકાવ્યું જીવન

સુત્રોનાં જણાવ્યા અનુસાર જો જાડેજાની સર્જરી થશે તો દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝ બાદ ભારત પ્રવાસી શ્રીલંકા સામેની સીરીઝથી પણ દૂર રહી શકે છે. શ્રીલંકાની ટીમ ભારતીય પ્રવાસ પર બે ટેસ્ટ અને ત્રણ T20 મેચોની લીરીઝ રમશે. જો કે, એવી અપેક્ષા છે કે તે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતા જોવા મળશે. આગામી સીઝન માટે CSKએ તેને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતાં વધુ મહત્વ આપ્યુ છે. અંતિમ સીઝનમાં તેના શાનદાર ફોર્મનાં કારણે તેને ધોની કરતા 16 કરોડ રૂપિયા વધુ આપીને રીટેન કરવામાં આવ્યો છે. વળી, તે ધોની પછી CSKનાં આગામી કેપ્ટન માટે પ્રબળ દાવેદાર છે.