Election/ પ્રચારમાં પાવરધા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સિલિન્ડર પર બેસી કર્યો પ્રચાર

ચૂંટણી પછી પ્રજાલક્ષી કાર્યો કેટલા મુકાશે તે તો કોઈને ખબર હોતી નથી, પરંતુ ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા માટે દરેક પક્ષ દ્વારા અવનવા નુસખાઓ અપનાવવામાં આવતા હોય છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને  આડે હવે ગણતરીના

Top Stories India
dhanani on cylinder પ્રચારમાં પાવરધા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સિલિન્ડર પર બેસી કર્યો પ્રચાર

ચૂંટણી પછી પ્રજાલક્ષી કાર્યો કેટલા મુકાશે તે તો કોઈને ખબર હોતી નથી, પરંતુ ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા માટે દરેક પક્ષ દ્વારા અવનવા નુસખાઓ અપનાવવામાં આવતા હોય છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને  આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી  ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. હાલ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમદાવાદના વિરાટનગરમાં રાંધણગેસ સિલિન્ડર પર બેસીને સભાને સંબોધન કર્યું અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.

CM Vijay Rupani / મુખ્યમંત્રી રૂપાણીનાં 28 મી સુધીના તમામ કાર્યક્રમો રદ્, અંગત મદદનીશ પણ કોરોના સબબ સારવાર હેઠળ

 કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના અનેકવાર અલગ અલગ અંદાજમાં ફોટો અને વિડિઓ વાયરલ થતા હોય છે. ક્યારેક સીટી બસ ચલાવતા, ક્યારેક પુરીઓ તળતા ક્યારેક સ્કૂટર કે બાઇક ચલાવતા વિડીયો વાયરલ થયેલા છે. અને દરેક વખતે આ વાયરલ વીડિયો થકી ચર્ચામાં રહેતા હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે પ્રચારનો ધમધમાટ વચ્ચે અનોખા અંદાજમાં પ્રચાર કરવામાં સત્તાપક્ષ હોય કે વિપક્ષ કોઈ કસર છોડી રહ્યા નથી.

Terrorism / લખનઉને ફૂંકી મારવાનું આતંકવાદીઓનું ષડયંત્ર‌ નાકામ, STF એ કરી PFI ના બે સભ્યોની ધરપકડ

તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાંધણ ગેસ સિલિન્ડર પર બેસી સભા સંબોધી હતી.. હાલમાં પેટ્રોલના ભાવ 86 રૂપિયા અને ડીઝલના ભાવ 83 રૂપિયા જ્યારે રાંધણગેસ સિલિન્ડર ના ભાવ 770 રૂપિયા થઈ ગયા છે. ત્યારે પરેશ ધાનાણીએ વધતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા.

Political / પુડ્ડુચેરીનાં ઉપ રાજ્યપાલ પદ પરથી કિરણ બેદીને હટાવવામાં આવ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…