INDIAN NAVY/ ભારતીય નૌકાદળ સંરક્ષણ ક્ષેત્રે થયો વધારો, અદાણીએ વિકસાવ્યું સ્વદેશી ટેક્નોલોજી ડ્રોન

અદાણી ગ્રૂપે ભારતીય નૌકાદળ સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા સ્વદેશી ટેક્રનોલૉજીથી સજ્જ ડ્રોન બનાવ્યું છે. હૈદરાબાદ ખાતે આજે બુધવારે ફ્લેગ ઓફ કાર્યક્રમમાં નૌકાદળના પ્રમુખે ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું હતું.

India Top Stories
WhatsApp Image 2024 01 10 at 6.02.35 PM ભારતીય નૌકાદળ સંરક્ષણ ક્ષેત્રે થયો વધારો, અદાણીએ વિકસાવ્યું સ્વદેશી ટેક્નોલોજી ડ્રોન

Hyderabad News :  અદાણી ગ્રૂપે ભારતીય નૌકાદળ સંરક્ષણ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા સ્વદેશી ટેક્રનોલૉજીથી સજ્જ ડ્રોન બનાવ્યું છે. હૈદરાબાદ ખાતે આજે બુધવારે ફ્લેગ ઓફ કાર્યક્રમમાં નૌકાદળના પ્રમુખે ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ડ્રોનનું નામ UAV દ્રષ્ટિ- 10 રાખવામાં આવ્યું છે. આ એક સ્ટારલાઈનર ડ્રોન છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ Drishti 10 Starliner ભારતીય નૌકાદળને સોંપ્યું છે.

ડ્રોનની વિશેષતા–

દ્રષ્ટિ 10  સ્ટારલાઇનર ડ્રોન એક એડવાન્સ ઇન્ટેલિજન્સ સર્વેલન્સ પ્લેટફોર્મ છે. આ મધ્યમ ઊંચાઈ અને લોંગ એન્ડ્યુરન્સ યુએવી કેટેગરીમાં આવતું સાધન છે. જે 450 કિલોગ્રામ સુધીનું વજન ઉઠાવી શકે છે. આ UAV 36 કલાક સુધી ઉડાન ભરી શકવા સક્ષમ છે. તે દરેક પ્રકારના હવામાનમાં કામ કરી શકે છે અને તેને STANAG 4671નું સર્ટિફિકેશન પણ મળ્યું છે. સૌ પ્રથમ આ ડ્રોન પોરબંદરથી ઉડાન ભરશે. રયારબાદ દરિયાઈ ઓપરેશનમાં મોકલાશે.

સમુદ્રમાં રાખશે નજર…

આ કાર્યક્રમમાં નૌસેનાના પ્રમુખે જણાવ્યું હતું કે,આ ISR ટેક્નોલોજી અને સમુદ્રી ક્ષેત્રે વર્ચસ્વ સ્થાપવા મહત્વનું પગલું ભર્યું ગણાશે. અદાણી ગ્રૂપનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, કંપનીએ ઉત્પાદન ક્ષેત્રે જરૂર પડતી તમામ મદદ કરી છે.

આ કાર્યક્રમમાં વાઈસ પ્રેસિડેન્ટ જીત અદાણીએ કહ્યું હતું કે, ભૌગોલિક-રાજકીય ઘટનાઓને ધ્યાનમાં લઈ ના પર બાજ નજર રાખવા આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી બની જાય છે. તેમજ માહિતી એકત્ર કરવા UAV અને સાયબર સિસ્ટમનો ઉપયોગ અનિવાર્ય છે. વર્તમાનમાં, તેમની પ્રાથમિકતા જમીન, પાણી, એરોસ્પેસ પર પ્લેટફોર્મ તૈનાત કરવા, સશસ્ત્ર દળોને સેવા આપવા પર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: vibrant summit/ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપશેઃ ટાટા ગ્રુપ

આ પણ વાંચો: Gift City/ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ : ગાંધનીગરનું ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે નાણાંકીય હબ બનશે

આ પણ વાંચો: સુરત/અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….