ગુજરાત/ ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

ગુજરાતમાં સૌથી વધુ ખંભાતી પતંગોની માગ જોવા મળે છે ખંભાતમાં નાના મોટા 2200 થી વધુ પતંગ ઉત્પાદકો અને 4500થી વધુ પતંગના કારીગરો પતંગ ઉત્પાદનમાં જોડાયેલા છે

Top Stories Gujarat Others
Untitled 4 ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

પતંગ રશિયાઓ માટે ખંભાતી પતંગએ નંબર વન ગણવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધુ ખંભાતી પતંગોની માગ જોવા મળે છે ખંભાતમાં નાના મોટા 2200 થી વધુ પતંગ ઉત્પાદકો અને 4500થી વધુ પતંગના કારીગરો પતંગ ઉત્પાદનમાં જોડાયેલા છે ચાલુ વર્ષે પતંગોના ભાવોમાં 15 થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે વેપારીઓના મતે રો-મટીરીયલની ખેંચ હોય તેમ જ આ વર્ષે વાદળછાયુ વરસાદી વાતાવરણ રહેતા બજારમાં પતંગોની ખોટ વર્તાઈ રહી છે ખંભાતી પતંગો સમગ્ર ગુજરાતમાં વેચાણ અર્થે જતા હોઇ પતંગોની માંગ સામે તેની અછત વર્તાઈ રહી હોઇ ગત વર્ષની સરખામણીએ ખંભાતી પતંગોના ભાવમાં 15 થી 20% નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આવનાર દિવસોમાં ખંભાતી પતંગોના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે

ખંભાત પતંગ વ્યવસાયમાં સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ રાષ્ટ્રમાં બેનમુન પતંગ ઉત્પાદકો તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ રહેલ છે ખંભાતના પતંગના અગ્રણી ઉત્પાદક રમેશચંદ્ર છોટાલાલ ચુનારા ના જણાવ્યા મુજબ મારા પુત્રો પુત્રવધુ તેમજ સંતાનો સહિત કુલ 25 થી વધુ ઘરના સભ્યો પતંગ ઉત્પાદનમાં વ્યસ્ત રહીએ છીએ છેલ્લા 80 વર્ષથી અમારી પેઢીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે ખંભાતી પતંગ ઉદ્યોગની કમાન ચુનારા અને મુસ્લિમ સમાજ માં મજબૂત રીતે પ્રસરાઈ ચૂકી છે

ખંભાત ખાતે પતંગમાં બહુમતી અને લઘુમતી બંને પ્રજા જોતરાયેલી છે ખંભાત ખાતે પતંગ ઉદ્યોગ એ એક બે મહિના નહીં પરંતુ બારેમાસ રોજી આપતો લઘુ ઉદ્યોગ બની ચૂક્યો છે જો કે ચાલુ વર્ષે રો મટીરીયલ પૂરતા પ્રમાણમાં આયાત ન થતા તેમજ વાદળછાયા ભેજવાળા વરસાદી માહોલમાં પતંગ ઉત્પાદકો પતંગ બનાવી શક્યા નથી જેને લઇ ખંભાતના પતંગોની બજારમાં ખેંચ વર્તાઈ રહી છે

પતંગ ઉત્પાદક દીપકભાઈ રમેશચંદ્ર ચુનારા તથા સુરેશભાઈ ચુનારાના જણાવ્યા મુજબ ખંભાત ખાતે ચાલુ વર્ષે ખંભાતના પતંગ સાહસિકોએ અનેક પ્રકારની કલાત્મક પતંગો વેચાણ અર્થે બજારમાં મુકેલ છે જેમાં મુખ્યત્વે ચાપટ, દીલ ગુલ્લા વાળી ,જીલ, પાનટોપેદાર, રોકેટ પતંગ, મેટલ પતંગ, મોદી પતંગ ,સવાયા પતંગનો સમાવેશ થાય છે આ ઉપરાંત શાનદાર છોટાભીમ બાહુબલી મિકી માઉસ ના પતંગો નાના બાળકોને સૌથી વધુ પ્રિય જોવા મળી રહ્યા છે આ અંગે દિપકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે 60 થી 70 વર્ષ પહેલા ખંભાતમાં જે પતંગો બનતી હતી તે પ્રકારની 24 કેરેટ સોના જેવી જ પતંગો આ વર્ષે બનાવવામાં આવી છે

આ અંગે પતંગ વિક્રેતા બીપીનચંદ્ર ચુનારા ના જણાવ્યા મુજબ ખંભાતી પતંગો સૌરાષ્ટ્રની શરૂ કરી છેક મુંબઈ સુધી પહોંચતા હોય છે કાઠીયાવાડમાં રાજકોટ ભાવનગર જામનગર પોરબંદરમાં પતંગો એક્સપોર્ટ કરવામાં આવે છે હોલસેલ વેપાર સાથે આ જ ઉત્પાદકો ઉતરાયણ પર્વ નજીક આવતા અમદાવાદ વડોદરા, સુરત જેવા રાજ્યના મોટા સેન્ટરો સાથે નાના નાના પ્રચલિત સેન્ટરો પર છુટક વેચાણ માટે ડેરા તંબુ તાણીને સીઝન સાચવી લે છે

ચુનારા લઘુમતી અને ડબગર સમાજમાં કારીગરો પતંગ ઉત્પાદનમાં મોખરે

ખંભાતમાં ચુનારા લઘુમતી અને ડબગર સમાજ પતંગ ઉત્પાદનમાં મોખરે રહ્યો છે આ કુટુંબની મહિલાઓ માટે પણ કુટુંબની આજીવિકા પૂરી પાડવા માટેનો આ વ્યવસાય ઉત્તમ ગણવામાં આવે છે ખંભાતના કેટલાય કુટુંબો માટે આ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ સાબિત થયો છે આ કુટુંબો મહિનાના બાર માસમાંથી 10 માસ સુધી પતંગો બનાવવામાં વ્યસ્ત રહે છે જ્યારે પુરુષો ગ્રાહકો સાથે કે વેપારીઓ સાથે વેચાણને લગતી પ્રવૃત્તિઓ કરે છે

ખંભાતી કનકવા અવનવી સ્ટાઇલમાં ખંભાત ખાતે ચાલુ વર્ષે ખંભાતના સાહસિકોએ અનેક પ્રકારની કલાત્મક પતંગો વેચાણમાં મુકેલ છે જેમાં ચાંદેદાર લાડવેદાર દિલવાળી, સમડી, પોપટ, કમળ, પ્લેન,પાનટોપેદાર, મુખ્ય રહેવા પામેલ છે જ્યારે નવીનમાં સમડી, પોપટ, ચકલી, જેવી વેરાઈટીસ તથા ફિલ્મ એક્ટરોની પતંગો બજારમાં વેચાણમાં અગ્રેસર છે.

ખંભાતી પતંગોની ખાસ વિશેષતા

આ અંગે પતંગ ના વેપારી બીપીનચંદ્ર ચુનારા જણાવે છે કે ખંભાતી પતંગ ઓછા પવનમાં પણ સરળતાથી ગગનમાં વિહરે છે આ પતંગ ઉપર એક વાર હવામાં આવ્યા બાદ આપોઆપ દૂર જઈ ઉડાન કરે છે

સરકારી પ્રોત્સાહન જરૂરી

પતંગ ના વેપારીઓના મતે આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકારે આર્થિક સહાય કરવી જોઈએ સરકાર દ્વારા ધંધાને ટકાવી રાખવા વિવિધ સબસીડી વાળી લોન કે સરકારી સહાય પ્રાપ્ત કરવી જોઈએ સરકારી પ્રોત્સાહન મળે તો આ ધંધો વિકસાવી શકાય અને વધુ નવયુવાનો પણ આ ધંધામાં જોડાય

પતંગોના ભાવમાં કમર તોડ વધારો આ અંગે વડોદરા થી ખંભાત વાહન ભાડે કરી પતંગ ખરીદી માટે ખંભાત આવતા પ્રિતેશ રાવલ જણાવે છે કે ગત વર્ષની સરખામણીએ 15 થી 20 ટકા પતંગના ભાવ વધ્યા છે. સરકાર કેશલેસ ની વાતો કરે છે પરંતુ અહીં પતંગોની રોકડેથી ખરીદી કરવી પડે છે

ખંભાતી પતંગોના કોડીના ભાવ

ખંભાતી પતંગોવી ની વિવિધ જાતો—— કોડીનો ભાવ

  • સાડી 27 ડિઝાઇનવાળી અને દિલ ગુલ્લા-    120
  • સાડી 30 ચાપટ-180
  • સાડી 30 દિલ ગુલ્લા વાળી ચીલ-150
  • સાડી 34 ચાપટ-280
  • સાડી 34 ગેસીયો-280
  • સાડી 34 પ્લેન-220
  • સાડી 27 ચીલ-200
  • સાડી 27 ફૂમતા વાળી-220
  • સાડી 27 પાન ટોપેદાર-180
  • સાડી 30 ચાપટ-380
  • રોકેટ પતંગ-160
  • મેટલ પતંગ સાડી-340
  • સવાયા પતંગ-400
  • ચાપટ પતંગ-500
  • છોટાભીમ બાહુબલી-100

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા