- જૂનાગઢઃ ગાદોઇ ટોલ ટેક્સ વિવાદનો મામલો
- કલેકટર અનિલ રાણાવસીયાનું મોટું નિવેદન
- તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યો સામે
- ગેરકાયદેસર પસાર થતા વાહનોએ પોળો તોડી પડાયો
@અમાર બખાઈ
જુનાગઢ જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં ભારે વાહનો ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગામેથી પસાર થવાના આક્ષેપોથી ટોલનાકાને મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ટોળ નાકાના મેનેજર હસન મલેકે જણાવ્યું હતું કે, બહારના વાહનો ટોલ ચાર્જ બચાવવા માટે ડાયવર્ઝન કરતા હાલ ટોલ કંપની અને સરકારને નુક્શાન પહોંચી રહ્યું છે. હવે આ મુદ્દે કલેકટર અનિલ રાણાવસીયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
કલેકટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું કે, જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના ગાદોઇ ગામ પાસે જૂનાગઢથી સોમનાથ જવાના હાઈવે પર ગાદોઇ ટોલ નાકું આવેલું છે. અમને મીડિયાના અહેવાલ મારફતે એક માહિતી મળી હતી કે, ઘણા વ્હીકલ ટોલ નાકામાંથી પસાર ન કરાવીને બાજુના ગામમાંથી અસર કરાવીને પૈસા ઉઘરાવામાં આવે છે. આ અહેવાલ મીડિયામાં પસાર થયા બાદ અમે એક તપાસ સમિતિ રચી હતી જેમાં અમારા મામલતદાર, પોલીસ અને બાકીના અધિકારીઓ સામે મળીને સ્થળની આડકતરી રીતે મુલાકાત કરવામાં આવી.
તેઓએ આગળ જણાવ્યું કે આ બાબતે એસપી સાથે રજૂઆત થઇ તેમની પાસે આ ટોલ નાકા ચલાવતા ગામ લોકો સામે ફરિયાદ નોંધાવી સાથે સાથે ગામજનોએ પણ મેનેજર સામે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી તેની પણ હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે.
આજે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે ગાદોઈ ગામના ટોલ નાખ પહેલા એક રસ્તો પસાર થતો હતો જ્યાંથી આ વાહનોને પસાર કરવામાં આવતા હતા. આ સરતો પાળો વચ્ચે માટી નાખીને બનાવામાં આવ્યો હયો. જે બાદ ટીમે JCB બંગાવી માટી પુરાણ કર્યું હતું. અને જે પાળો હતો તે સિચાઈ વિભાગે બનાવ્યો હતો. જેને હવે પૂરી દેવામાં આવ્યો છે, જેથી હવે વાહનો પસાર ન થઇ શકે.આ ઉપરતા અમે પરમનેટ સોલ્યુશન માટે અમે એક જાહેરનામું બહાર પડીશું.
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા જ ગાદોઈ ગામ લોકો દ્વારા જ ભારે વાહનો આ ગામમાંથી પસાર થતા હતા ત્યારે રસ્તો તૂટી જવાની બાબતે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. હાઇવે પર ટોલનાકુ હોવા છતાં પણ ટોલ ટેક્સના પૈસા ન ભરવા પડે અને ઓછા પૈસે ટોલનાકા નજીકથી પસાર થઈ શકાય તે માટે વાહન ચાલકો પણ આ રસ્તેથી જ જવાનું પસંદ કરે છે. તો બીજી તરફ ગાદોઈ ગામમાં જે સરકાર સ્કૂલ આવેલી છે. ત્યાં ભણવા જતા બાળકોને પણ ભારે વાહનોના કારણે ભયન માહોલમાં સ્કૂલે અવરજવર કરવી પડે છે. તો પોતાના અંગત ફાયદા માટે અને ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે ગાદોઈ ગામમાંથી વાહનો પસાર થવા દેવામાં આવે છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: