Jamnagar/ IAFની તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે નગરના આકાશમાં ઝળહળતા દ્રશ્યો સર્જ્યા

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમએ 90મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો અને સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા, ભારતીય સેનાની વિશ્વ…

Top Stories Gujarat
Surya Kiran Aerobics

Surya Kiran Aerobics: ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ એ 90 મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો અને સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા, ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત સૂર્યકિરણ એરોબેટીક ટીમે આકાશને ભેદતાં અને આકર્ષક અને હેરતઅંગેઝ સ્ટન્ટ કરતાં જામનગરવાસીઓને રોમાંચિત અને ઠંડકની અનુભૂતિ કરાવી હતી.

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમએ 90મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો અને સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા, ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત સૂર્યકિરણ એરોબેટીક ટીમે આકાશને ભેદતાં અને આકર્ષક અને હેરતઅંગેઝ સ્ટન્ટ કરતાં જામનગરવાસીઓને રોમાંચિત અને ઠંડકની અનુભૂતિ કરાવી હતી. ભારતીય વાયુ સેનાના આઠ ડેરડેવીલ પાયલોટ્સની ટીમે લડાકુ વિમાન સાથે ઉડાન ભરીને જેના માટે તેઓ જાણીતા છે, રોમાંચક પ્રદર્શનો કર્યા હતા, પ્રદર્શનની શરુઆત બાદ આગામી 25 મીનીટ હવામાં રોમાંચિત હતી, કારણ કે સુર્યકિરણ ટીમે બે ભાગમાં સ્ટન્ટ કર્યા હતા, પ્રથમ ભાગમાં વણાંક, વીંગઓવર, લુપ્સ અને બેરલ રોલ્સનો સમાવેશ થાય છે, એર-શો માં ટીમ કમ્પોઝીટ અને સિંક્રોમા પ્રદર્શન કર્યું હતું, તેઓએ આલ્ફાક્રોસ, ડબલ ફોર્ક સ્ક્રૂ, રોલબેક, હાર્ડટર્ન અને પીલ ટુ લેન્ડ કરતબ બતાવ્યા હતા.

સુર્યકિરણ એરોબેટીક ટીમની રચના વર્ષ 1996 માં કરવામાં આવી હતી અને ત્યારથી તેને સામાન્ય રીતે નવ વિમાનો સાથે અસંખ્ય પ્રદર્શનો કર્યા છે, હાલમાં હોક એમકે-132, એરક્રાફ્ટ, સ્કેટનો ભાગ છે, જામનગરમાં આ આરેબેટીક પ્રદર્શનનો ઉદ્દેશ્ય ભારતીય વાયુ સેનાના પાયલોટ્સની વ્યવસાયિકતા અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનો તેમજ સાથે સાથે યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવાનો છે.

આ સૂર્યકિરણ એરોબિક ટિમ દ્વારા ગઇકાલે અને આજે સતત બીજા દિવસે સવારે 9.30 વાગ્યે ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના સ્થળે પણ કાર્યક્રમ યોજાયો છે, આ કાર્યક્રમ દરમ્યાન ગઇકાલે જામનગર શહેર નજીક એરપોર્ટ રોડ પર આવેલી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ તથા ફૂડ ઝોન, આદિનાથ પાર્ક પાસે પ્રદર્શન નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે બંને સ્થળો પર સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ, મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ, કોર્પોરેશન સંચાલિત પંદર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ, પોદાર સ્કૂલના વિદ્યાર્થીઓ, એરફોર્સની કેન્દ્રીય વિદ્યાલયની પાંચ શાળાઓના વિદ્યાર્થીઓ, સૈનિક સ્કૂલ બાલાચડીના વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ અને જામનગરના આમંત્રિત મહેમાનો-મહાનુભાવો આ એર-શો નિહાળવાનો આનંદ માણ્યો હતો….

આ કાર્યક્રમ અન્વયે એરફોર્સના આ સૂર્યકિરણ ટીમના જવાનોએ આકાશમાં અદ્દભૂત-હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત પ્રેક્ષકો નિહાળી રોમાંચિત થયા હતા.જામનગરમા તેજસ્વી સૂર્ય કિરણ ટીમના ગ્રુપ કેપ્ટન જી.એસ. ધિલ્લોન કમાન્ડિંગ ઓફિસર છે અને ટીમમાં SQN LDR ડી. ગર્ગ, SQN LDR પી. ભારદ્વાજ, WG CDR એ. યાદવ, WG CDR આર. બોરડોલોઈ, SQN LDR એ. જ્યોર્જ, WG CDR એ. ગોઆકર, SQN LDR એમ. ભલ્લા, SQN LDR એચ. સિંઘ, SQN LDR એ. સલારિયા હતા.આ શોના કોમેન્ટેટર FLT LT આર ગુરુગ હતા.આજે તેઓ આઠ એરક્રાફ્ટ સાથે ઉડ્યા હતા.આજે બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહાનુભાવોનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો, જામનગરના કલેક્ટર સૌરભ પારઘી, એસ.પી પ્રેમસુખ ડેલું, વાલસુરાના કોમોડોર જે એમ ધનવા, કમિશ્નર વિજય ખરાડી, એર ફોર્સના એર કોમોડોર આનંદ સાથે આમંત્રિત મહાનુભાવો સહીત અલગ અલગ શાળાના 4500 જેટલાં બાળકો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Video/જંગલ સફારી કરતા લોકોની કારમાં ઘુસી સિંહણ, પછી જે થયું તેના પર નહીં થાય