Not Set/ મનમોહન સિંહે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું, “નહેરુ મેમોરિયલમાં ન કરાય કોઈ છેડછાડ”

નવી દિલ્હી, મોદી સરકાર દ્વારા હાલમાં ત્રણ મૂર્તિ ભવન અને દેશના તમામ પ્રધાનમંત્રીઓ સાથે જોડાયેલા એક મેમોરિયલને ફેરફાર કરવાની યોજના પર કામ કરી રહી છે, ત્યારે આ અંગે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીએમ મોદીને પત્ર લખ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીએમ મોદીને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે, “ત્રણ મૂર્તિ ભવન સ્થિત નહેરુ મેમોરિયલ […]

Top Stories India Trending
pm modi n manmohan singh 2798270 835x547 m મનમોહન સિંહે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું, "નહેરુ મેમોરિયલમાં ન કરાય કોઈ છેડછાડ"

નવી દિલ્હી,

મોદી સરકાર દ્વારા હાલમાં ત્રણ મૂર્તિ ભવન અને દેશના તમામ પ્રધાનમંત્રીઓ સાથે જોડાયેલા એક મેમોરિયલને ફેરફાર કરવાની યોજના પર કામ કરી રહી છે, ત્યારે આ અંગે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીએમ મોદીને પત્ર લખ્યો છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીએમ મોદીને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે, “ત્રણ મૂર્તિ ભવન સ્થિત નહેરુ મેમોરિયલ સાથે કોઈ છેડછાડ કરવામાં ન આવે”.

તેઓએ જણાવ્યું છે કે, “પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ માત્ર કોંગ્રેસના નેતા નહિ પણ સમગ્ર દેશના નેતા છે”. તમારી સરકાર એક એજન્ડા સાથે નહેરુ મેમોરિયલ, મ્યુઝિયમ અને લાઈબ્રેરીના માળખામાં ફેરફાર કરવામાં લાગી છે,  જેથી તમારા પાસેથી આશા છે કે, આપની સરકાર કોઈ ફેરફાર ન કરે”.

61898731 મનમોહન સિંહે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું, "નહેરુ મેમોરિયલમાં ન કરાય કોઈ છેડછાડ"

પૂર્વ વડાપ્રધાને જણાવ્યું હતું કે, “અટલ બિહારી વાજપેયીએ પોતાના છ વર્ષના પ્રધાનમંત્રી કાર્યકાળમાં ત્રણ મૂર્તિ ભવન સાથે કોઈ છેડછાડ કરી ન હતી, પરંતુ દુર્ભાગ્યથી વર્તમાન સરકાર એક એજન્ડા હેઠળ કામ કરી રહી છે”.

પીએમ મોદોને લખેલા પોતાના પત્રમાં મનમોહન સિંહે અટલ બિહારી વાજપેયીના એ ભાષણનો પણ ઉલ્લેખ કર્યો છે, જે તેઓએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નિધન બાદ અટલજીએ લોકસભામાં આપ્યું હતું. આ ભાષણમાં અટલજીએ નહેરુની ખૂબ પ્રશંસા કરી હતી.