Not Set/ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ મચાવ્યું તૂફાન, ૨૩ છક્કા ફટકારવાની સાથે જ સર્જી રેકોર્ડની હારમાળા

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાના સ્ફોટક બેટ્સમેન ડાર્સી શોર્ટે ક્વિન્સલેન્ડ સામેની મેચમાં તૂફાન મચાવતા માત્ર ૧૪૮ બોલમાં ૨૫૭ રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે શોર્ટે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ડાર્સી શોર્ટે રમેલી ૨૫૭ રનની શાનદાર ઇનિંગ્સ ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ છે જયારે દુનિયાના અન્ય ક્રિકેટ દેશોની સરખામણીમાં ત્રીજી સૌથી મોટી […]

Trending Sports
Darcy Short JLT Cup record ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ મચાવ્યું તૂફાન, ૨૩ છક્કા ફટકારવાની સાથે જ સર્જી રેકોર્ડની હારમાળા

નવી દિલ્હી,

ઓસ્ટ્રેલિયાના સ્ફોટક બેટ્સમેન ડાર્સી શોર્ટે ક્વિન્સલેન્ડ સામેની મેચમાં તૂફાન મચાવતા માત્ર ૧૪૮ બોલમાં ૨૫૭ રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે શોર્ટે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

ડાર્સી શોર્ટે રમેલી ૨૫૭ રનની શાનદાર ઇનિંગ્સ ઓસ્ટ્રેલિયા તરફથી વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ્સ છે જયારે દુનિયાના અન્ય ક્રિકેટ દેશોની સરખામણીમાં ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ છે.

ડાર્સી શોર્ટે શુક્રવારે ઓસ્ટ્રેલિયામાં ઘરેલું ક્રિકેટમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતા આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

ડાર્સી શોર્ટ કરતા આ બેટ્સમેન છે આગળ

કાંગારું ખેલાડી ડાર્સી શોર્ટની આગળ ઈંગ્લેંડના અલી બ્રાઉન અને ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા આગળ છે.

darcy short slog sweep ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ મચાવ્યું તૂફાન, ૨૩ છક્કા ફટકારવાની સાથે જ સર્જી રેકોર્ડની હારમાળા
sports-darcy-short-smashes-23-sixes-record-double-ton-domestic-one-day-Australia

અલી બ્રાઉને વર્ષ ૨૦૦૨માં ૧૬૦ બોલમાં ૨૬૮ રનની ઇનિંગ્સ રમી હતી. જયારે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ૨૦૧૪માં ઈડન ગાર્ડનમાં શ્રીલંકાની સામે ૧૭૩ બોલમાં ૨૬૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

ડાર્સી શોર્ટે ફટકાર્યા રેકોર્ડ ૨૩ છક્કા

ડાર્સી શોર્ટે પોતાની ૨૫૭ રનની યાગ્દાર ઇનિંગ્સ દરમિયાન ચોક્કા અને છક્કાની રમઝટ બોલાવતા ૨૩ સિક્સર અને ૧૫ ચોક્કા ફટકાર્યા હતા. આ સાથે જ વન-ડે ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

DArcy Short ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ મચાવ્યું તૂફાન, ૨૩ છક્કા ફટકારવાની સાથે જ સર્જી રેકોર્ડની હારમાળા
sports-darcy-short-smashes-23-sixes-record-double-ton-domestic-one-day-Australia

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો રેકોર્ડ સંયુક્તપણે રોહિત શર્મા, ક્રિસ ગેલ અને એ બી ડીવિલિયર્સના નામે છે, તેઓએ અનુક્રમે ૧૬-૧૬ છક્કા ફટકાર્યા છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ ૧૧૬ રને મેળવી જીત

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમે ડાર્સી શોર્ટે ૨૫૭ રનની ઇનિંગ્સ સાથે ૩૮૭ રનનો સ્કોર ખડકયો હતો. ૩૮૮ રનના જવાબમાં ક્વિન્સલેન્ડની ટીમ ૪૨.૩ ઓવરમાં ૨૭૧ રન જ બનાવી શકી હતી અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ ૧૧૬ રને જીત મેળવી હતી.