Not Set/ NCP ના મહાસચિવ તારિક અનવરે છોડી પાર્ટી, સાંસદ પદેથી પણ આપ્યું રાજીનામું

નવી દિલ્હી : શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને લોકસભાના સાંસદ તારિક અનવરે પાર્ટીના મહાસચિવપદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે લોકસભાના સાંસદ પદેથી પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. જો કે તેમણે શા કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. તારિક અનવર બિહારના કટિહારની લોકસભાના […]

Top Stories India Trending Politics
NCP's general secretary Tariq Anwar left the party and resigned from the post of MP

નવી દિલ્હી : શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને લોકસભાના સાંસદ તારિક અનવરે પાર્ટીના મહાસચિવપદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે લોકસભાના સાંસદ પદેથી પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. જો કે તેમણે શા કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. તારિક અનવર બિહારના કટિહારની લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા હતા.

પ્રાપ્ત માહિતીને સાચી માનીએ તો તેમણે રાફેલ મુદ્દા પર પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં કરવાને લીધે નારાજ થઈને તેમણે આ પગલું ભર્યું છે. તારિક અનવરની પાર્ટીના ટોચના નેતાઓમાં ગણના થાય છે. જો કે, પાર્ટી છોડવા અંગે તેમણે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અનવર ઘણી વાખ્ત કટિહારથી એનસીપીના લોકસભાના સદસ્ય બની ચૂક્યા છે.

રાફેલ ડીલના કારણે જયારે દેશમાં રાજકીય પારો ગરમાયો છે ત્યારે એનસીપીના સુપ્રીમો શરદ પવારે કહ્યું હતું કે, ‘મને વ્યક્તિગત રીતે લાગે છે કે, લોકોના દિમાગમાં વડાપ્રધાન મોદીની નિયતને લઈને કોઈ શક નથી.’

મંગળવારે તેમણે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે, રાફેલ લડાકુ વિમાનની કિંમતનો ખુલાસો કરવામાં કોઈ હાની નથી. તેમણે કહ્યું હતું કે, યુપીએ સરકારના સમયકાળ દરમિયાન જયારે હું સંસદમાં હતો. ત્યારે બોફોર્સ મામલાને ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે સુષ્મા સ્વરાજ સહીત બીજેપીના કેટલાય નેતાઓ કહી રહ્યા હતા કે, દરેક માહિતીનો ખુલાસો કરવામાં આવવો જોઈએ.’