Business/ અદાણીને ડાઉ જોન્સ તરફથી મોટો ફટકો, અદાણી એન્ટરપ્રાઈઝના શેર ઈન્ડેક્સની થઈ જશે બહાર

ગૌતમ અદાણીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. NSE એ અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટના શેરોને વોચ લિસ્ટમાં મૂક્યા પછી હવે, અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરે યુએસ માર્કેટમાંથી ધબડકો લીધો છે.

Top Stories Business
અદાણીને

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. NSE એ અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટના શેરોને વોચ લિસ્ટમાં મૂક્યા પછી હવે, અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરે યુએસ માર્કેટમાંથી ધબડકો લીધો છે. આ સ્ટોક હવે ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર કાઢવાના આરે છે. તેનો અસરકારક સમય મંગળવાર, 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ માહિતી યુએસ માર્કેટ દ્વારા આપવામાં આવી છે.

યુએસ સ્ટોક એક્સચેન્જે S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને દૂર કરવાની જાહેરાત કરી હતી અને સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોને કારણે મીડિયા અને હિસ્સેદારોના વિશ્લેષણને પગલે આપવામાં આવશે. ઇન્ડેક્સની જાહેરાત જણાવે છે કે S&P ડાઉ જોન્સ સૂચકાંકો મંગળવાર, ફેબ્રુઆરી 7, 2023 ના રોજ ખુલતા પહેલા ફેરફારોને અસરકારક બનાવશે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા છ સત્રોમાં, NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત ₹3,442 થી 55 ટકા ઘટીને ₹1,565ના સ્તરે પહોંચી ગઈ છે.

અદાણીને એક પછી એક મળી રહ્યા છે આંચકા

25 જાન્યુઆરીથી અદાણીને એક પછી એક આંચકો મળી રહ્યો છે. અદાણી ગ્રુપને છેલ્લા 9 દિવસમાં 8 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. અદાણી ગ્રુપના ઘણા શેરો 60 ટકાથી નીચે આવી ગયા છે. આ કારણે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ચોથા નંબરથી નીચે 21મા સ્થાને આવી ગયા છે.

આ વર્ષે અદાણીની સંપત્તિ 59.2 અરબ ડોલર ઘટીને 61.3 અરબ ડોલર થઈ ગઈ છે. અદાણીને માત્ર એક સપ્તાહમાં લગભગ  52 અરબ ડોલરનો ફટકો પડ્યો છે. આરબીઆઈએ તમામ બેંકો પાસેથી અદાણી એન્ટરપ્રાઈઝને આપવામાં આવેલી લોન અંગે માહિતી માંગી છે. તે જ સમયે, અદાણી ગ્રૂપે રૂ. 20,000 કરોડના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ્ડ એફપીઓ રદ કરવાની અને રોકાણકારોને નાણાં પરત કરવાની વાત કરી છે. હવે અમેરિકન શેરબજારને પણ ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપે લીધો મોટો નિર્ણય, FPO કર્યો રદ, રોકાણકારોને પૈસા પરત આપવામાં આવશે, જાણો

આ પણ વાંચો:હેલ્થ બજેટમાં 13% વધારો, હવે નર્સિંગ કોલેજ પર મુકાશે ભાર

આ પણ વાંચો:હિંડનબર્ગના રિપોર્ટ બાદ ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી હવે આ નંબર પર,જાણો