Not Set/ CM રૂપાણીના હોમટાઉન રાજકોટમાં નવા મેયર બન્યા ડો. પ્રદીપ ડવ

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. રાજકોટના મેયર તરીકે ડો. પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે દંડક સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા બન્યા […]

Top Stories Gujarat Rajkot
am 10 CM રૂપાણીના હોમટાઉન રાજકોટમાં નવા મેયર બન્યા ડો. પ્રદીપ ડવ

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. રાજકોટના મેયર તરીકે ડો. પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે દંડક સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા બન્યા છે.

રાજકોટના નવા મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરતાં પહેલાં રાજકોટ શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા સહિતના હાજર રહ્યા હતા. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ પણ હાજર રહ્યા હતા.

am 9 CM રૂપાણીના હોમટાઉન રાજકોટમાં નવા મેયર બન્યા ડો. પ્રદીપ ડવ

21 ફેબ્રુઆરીએ રાજકોટના 18 વોર્ડમાં 50.75 ટકા મતદાન થયું. જ્યારે 23 ફેબ્રુઆરીએ રાજકોટ મનપાનુ પરિણામ જાહેર થયું હતું. ત્યારે 293 ઉમેદવારના ચૂંટણી મેદાને હતા. રાજકોટ મનપામાં કુલ 72 માંથી 68 બેઠકો પર ભાજપની જીત થઇ છે. રાજકોટમાં 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપ અને 4 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે.

રાજકોટના નવનિયુક્ત પદાધિકારીઓ

મેયર : પ્રદીપ ડવ
ડે. મેયર : દર્શિતા શાહ
સ્ટે.ચેરમેન : પુષ્કર પટેલ
શાસક નેતા : વિનુ ધવા
દંડક : સુરેન્દ્રસિંહ વાળા

 

જામનગરના નવા પધાધિકારીઓ

તપન પરમાર ડેપ્યુટી મેયર
બિનાબેન કોઠારી નવા મેયર
મનિષ કટારિયા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન
કુસુમબેન પંડ્યા શાસક પક્ષના નેતા
કેતર ગોસરાણી દંડક

 

સુરત મહાપાલિકાના નવા પદાધિકારીઓ

સુરતના નવા મેયર હેમાલી બોઘાવાલા
દિનેશ બોધાણી નવા ડેપ્યુટી મેયર
પરેશ પટેલ સ્ટેડિંગ કમિટીના ચેરમેન
અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા