મનપા/ જામનગરમાં મેયર પદે બીનાબહેન કોઠારીના નામની જાહેરાત, ડેપ્યુટી મેયર તરીકે કોની થઇ પસંદગી?

શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જામનગર શહેરને નવા મેયર મળ્યા છે. મેયર તરીકે બીનાબહેન કોઠારી અને ડેપ્યુટી મેયર તપન પરમારની વરણી કરવામાં આવી છે. માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે કુસુમ પંડ્યા અને જામનગર મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષ કટારીયાની પસંદગી થઈ છે. જ્યારે દંડક તરીકે કેતન ગોસરાણીની વરણી કરવામાં આવી છે. […]

Gujarat
jam mayor જામનગરમાં મેયર પદે બીનાબહેન કોઠારીના નામની જાહેરાત, ડેપ્યુટી મેયર તરીકે કોની થઇ પસંદગી?

શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જામનગર શહેરને નવા મેયર મળ્યા છે. મેયર તરીકે બીનાબહેન કોઠારી અને ડેપ્યુટી મેયર તપન પરમારની વરણી કરવામાં આવી છે.

માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે કુસુમ પંડ્યા અને જામનગર મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષ કટારીયાની પસંદગી થઈ છે. જ્યારે દંડક તરીકે કેતન ગોસરાણીની વરણી કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે આજે શહેરમાં મેયર-ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી થવાની હતી. આ સાથે જ રાજકોટ ઉપરાંત સુરત અને જામનગરના પણ મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિ થવાની હતી.  મહાનગર પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની વરણી પહેલા મનપામાં તામજામ કરવામાં આવ્યો છે.